રેલવે સ્ટેશન પર 4 રાઉન્ડ ફાયરિંગ કરનાર માથાભારે ટાઈગર ઝડપાયો

Bhaskar News

Bhaskar News

Sep 15, 2018, 03:07 AM IST
માથાભારે ટાઈગર પકડાયો
માથાભારે ટાઈગર પકડાયો

સુરત: રેલવે સ્ટેશન પર ગુરુવારે સાંજે પ્લેટફોર્મ નં-1ના છેડા પર માથાભારે શખ્સે 4 રાઉન્ડ ફાયરિંગ કરી હરીફ જુથના માથાભારે શખ્સ પર જીવલેણ હુમલો કરી ભાગી ગયો હતો. આ ઘટનામાં રેલવે એલસીબીએ માથાભારે ટાઈગરને ઝડપી લીધો છે. ભાઇગીરી કરવાના અભરખામાં બે જૂથો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ગેંગવોર ચાલી રહી છે.


મુંબઈથી બીકાનેર જતી રણકપૂર એક્સપ્રેસ ગુરુવારે સાંજે 7.25 વાગ્યાના અરસામાં સુરત સ્ટેશનના પ્લેટફોર્મ 1 પર આવી હતી. જનરલ કોચમાંથી સુમુલ ડેરી તરફના છેડે ઉતરેલા મોહમ્મદ યુસુફ ઇશરત ખાન (23)(રહે.પદ્માવતી સોસાયટી,લિંબાયત) પર અન્ય ટપોરી સીબુ ઉર્ફે ટાઇગરે અંધાધૂધ 4 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું.


સીબુએ પાછળથી એક રાઉન્ડ ફાયરિંગ કરી બીજું ફાયર સામેથી કર્યું હતું. જોકે ત્રીજું-ચોથું ફાયરિંગ મિસ થઇ હતું. મહમ્મદ યુસુફ બચવા માટે ટ્રેનમાં ઘુસી ગયો હતો. આ મામલે રેલવે એલસીબીએ સીબુ ઉર્ફે ટાઈગરને દબોચી લઈને ધરપકડની કાર્યવાહી કરી છે. માથાભારે યુસુફ ઇશરત ખાનની મુંબઈથી આવતો હોવાની બાતમી હરીફ જૂથના માથાભારે ટાઇગરને કોણે આપી તે અંગેની પૂછપરછ કરાય રહી છે.

X
માથાભારે ટાઈગર પકડાયોમાથાભારે ટાઈગર પકડાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી