સુરત: સાંઈ બાબાની પ્રસાદી લેવા પરિણીતાને ઘરે બોળાવી કર્યું દુષ્કર્મ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત: સાંઈ બાબાની પ્રસાદી આપવાના બહાને રાંદેરની પરિણીતા પર યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ અઠવા પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં પોલીસે આરોપીને પકડી પાડ્યા બાદ કોર્ટમાં રજુ કર્યો હતો. જેમાં કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં.


રાંદેરના કેનાલ રોડ વિસ્તારમાં રહેતી 44 વર્ષીય પરિણીતાને તેના પરિચિત એવા ચૌટાબજાર ખાતે રહેતા દિલીપ ચંપકલાલ રગડવાલાએ સાંઈબાબાની પ્રસાદી લેવા 10-7-18ના રાત્રે સવા આઠ વાગ્યે બોલાવી હતી. દરમિયાન આ પરિણીતાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.


દિલીપ મોદી વસ્તાદેવડી રોડ પર લુમ્સનું કરાખાનું ધરાવે છે. જે આ પરિણીતાના જમીનના વ્યવસાયને લઈને પરિચયમાં આવ્યો હતો. આ ઘટના બની ત્યારે દિલીપના પરિવારજનો સાપુતારા ફરવા ગયા હતા. દિલીપ શિરડી ગયો હતો. ત્યાંથી પરત ફર્યો એટલે પ્રસાદ આપવાના બહાને પરિણીતાને પોતાના ઘરે બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. બીજી બાજુ દિલીપે અઠવા પોલીસમાં અરજી આપી છે. જેમાં આ પરિણીતાએ બ્લેક મેઇલ કરી બે લાખની માગણી કરી હોવાનું જણાવ્યું છે.