તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીટકોઈન કૌભાંડના દિવ્યેશ દરજી નવ દિવસના રિમાન્ડ પર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત:  બિટ-કનેક્ટ  કૌભાંડ મામલે દિવ્યેશ દરજીને રવિવારેે સીઆઇડી ક્રાઇમની ટીમે કોર્ટમાં રજૂ કરી 22 મુદ્દાના આધારે 14 દિવસનાં રિમાન્ડ માંગ્યા હતા. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કેબિનમાં થયેલી સુનાવણીમાં  દલીલ દરમિયાન મુદ્દો ઊઠ્યો હતો કે, કૌભાંડ 1800 કરોડથી વધુ છે. ઉપરાંત આરોપી સમગ્ર ભારતમાં આ કોઇનનો પ્રમોટર છે અને દરેક રોકાણ પર તેને 10 ટકા કમિશન મળ્યું છે. જે કરોડો રૂપિયામાં થાય છે.

 

મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાની દલીલો

 

- આરોપી 2017થી બિટ-કનેક્ટ કંપનીનો ભારતમાં પ્રમોટર હોય-રોકાણકારોના રોકાણની વિગત જાણવાની છે.
- ભારતમાં થતાં રોકાણ પર આરોપીને દસ ટકા કમિશન મળતું હતું. આરોપીના તમામ વોલેટની  તપાસ કરવાની છે.
- આરોપીનાં સગાં-સંબંધીઓના નામે પણ મિલકતો ખરીદાઈ છે. તેની માહિતી મેળવવા રિમાન્ડ જોઇએ છે.
-બિટ-કનેક્ટ કંપનીએ RBIથી નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કોર્પોરેશનની મંજૂરી મેળવી નથી. રોકાણકારો પાસે કરોડો રૂપિયા મેળવી લેન્ડિંગ પ્લેટફોર્મ બંધ કરીને રોકાણકારોનાં  કરોડો રૂપિયા કયાં સગેવગે કર્યા એ જાણવું ખુબ જરૂરી છે.
- આરોપીઓએ બિટ-કનેક્ટ એક્સચેન્જમાં છેડછાડ કરી હોવાની શંકા છે.
-સતીશ કુંભાણી દુબઈ હોવાની શક્યતા નકારી ન શકાય.
- બિટ-કનેક્ટના અન્ય આરોપી સતીશ કુંભાણી, સુરેશ ગોરડીયા અને ધવલ માવાણી સિવાય અન્ય હોદ્દેદારો કોણ છે એની તપાસ કરવાની છે.

 

બચાવ પક્ષની દલીલ


બચાવ પક્ષે એડવોકેટ કેતન રેશમવાલાએ દલીલ કરી હતી કે, બિટકોઇનનો કારભાર નેટ આધારિત હોય હકીકતો જાહેર છે. આરોપીને સાથે રાખવાની જરૂર નથી. આ તો મ્યુચ્યુઅલ ફંડ જેવું છે. તેમાં લોકોએ રોકાણ કર્યું છે. ફરિયાદી સાથે આરોપીના કોઈ કનેક્શન નથી.

 

દિવ્યેશ સહિત 5 સામે કામરેજમાં વધુ  1 ગુનો

 

દિવ્યેશ દરજી  વિરુદ્ઘ  એક કરોડ રૂપિયાના બિટકોઇન મામલે વધુ એક  ફરિયાદ કામરેજ પોલીસ મથકમાં કરાઇ છે. મગદલ્લાના જીગર પ્રવિણ પટેલે  પોતાની સાથે એક કરોડના બિટકોઇન મામલે સતીષ કુંભાણી,ધવલ માવાણી, દિવ્યેશ દરજી, સુરેશ ગોરસીયા તેમજ ચિરાગ લાઠીયા અને સોફટવેર બનાવનાર નકલી સ્કીમનુ માર્કેટીંગ કરીને ખોટી વેબ સાઈટ બનાવીને 1 કરોડની છેતરીપીડી કરતા પાંચ ઈસમ વિરુદ્ઘ ફરિયાદ આપી હતી.