Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Surat City » Bhikhudan Gadhvi talked about jalpesh Kalena with literature and his life

પહેલા કોઈના ઘરની ઓસરીમાં ડાયરો થતો હતો હવે સ્ટેજ પર થાય છે : પદ્મશ્રી ભીખુદાન ગઢવી

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 12:52 AM

પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ જલ્પેશ કાળેણા સાથે સાહિત્ય જગત અને એમના જીવન વિશે વાત કરી હતી

  • Bhikhudan Gadhvi talked about jalpesh Kalena with literature and his life

    સુરત: કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલ અને દિવ્ય ભાસ્કર આયોજિત ડાયરામાં સુરતીઓને સાહિત્યનું રસપાન કરાવનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ જલ્પેશ કાળેણા સાથે સાહિત્ય જગત અને એમના જીવન વિશે વાત કરી હતી

    એવી કંઇ ઘટના જે આજે પણ યાદ છે?
    35 વર્ષ પહેલાની વાત છે. એક કાર્યક્રમ માટે મારી તારીખ બુક થઈ હતી કાર્યક્રમના થોડા કલાક પહેલા જ મારા બહેનની દિકરી ગુજરી ગઈ હતી. મને ખબર પડી હતી પણ એ વાતને મેં સાઈડ પર મુકી દિધી. ડાયરો કર્યો લોકોને ખબર પણ ન પડવા દીધી. આ વાત જ્યારે યાદ આવે ત્યારે મારી આંખમાંથી આંસુ વહી જાય છે.


    ડાયરાને જીવન સાથે સરખાવી શકાય
    ડાયરામાં પિતા પુત્ર, ભાઈ બહેન, મિત્ર, પતિ-પત્ની અને કુંટુંબની વાત હોય છે. ડાયરો એટલે લોકોને એક સમૂહ જેમાં એક અથવા બે ત્રણ જણા ભેગા થઈને લોકોના હિતની અને લોકો માટે વાત કરે. પહેલા કોઈના ઘરની ઓસરીમાં ડાયરો થતો હતો હવે સ્ટેજ પર થાય છે.


    નવું સાહિત્ય કેવી રીતે આપી શકો છો?
    અનુભવ અને વાંચનથી..! વીસ મિનીટમાં ઓડિયન્સને ઓળખી લઈએ છીએ. લોકો એ રસના ચાહક છે કે નહીં ω લોકોને જે રસ પસંદ હોય એના પર વધારે ભાર દઈએ છીએ. ચાર વાતે એક વાત નવી હોવી જોઈએ. 100 ટકા નવું કોઈ ન આપી શકે.પ્રોગામ કર્યાં પછી કંઈ જગ્યાએ શું વાત કરી છે એ ડાયરામાં નોંધ કરી રાખું છું. પછી ત્યારે તે જગ્યા પર ફરી વાર જાવ છું ત્યારે નવી વાત કરું છું. અમારા જેવા કલાકારોના જીવનની વાત લોકો સુધી ન આવે. અમે જ્યારે હાસ્યરસ રજૂ કરતાં હોય તેનો ટ્રેક બદલીને કરૂણ રસમાં આવી જઈએ છીએ એ ઓડિયન્સ તો થીક અમને પણ ખબર નથી પડતી.


    ડાયરાનું ભવિષ્ય તમે કેવું જોઇ રહ્યા છો ?
    ડાયરા ઓછા વધારે થાય છે પણ બંધ ક્યારેય ન થાય. હવે ડાયરા કોમર્શિયલ થઈ ગયા છે. કલાકારો મોંઘા થઈ ગયા છે. તેને કેવી રીતે બોલાવવા એ નક્કી થાય છે. પણ ડાયરો તો રહેવાનો જ. ડાયરાને કુટુંબ વચ્ચે બેસીને સાંભળી શકાય છે. ગંગાનું જળ દુર્ગંધ મારશે, સોનાને કાટ લાગશે અને સિંહ ખડ ખાશે ત્યારે ડાયરો બંધ થશે.


    ડાયરાના ઓડિયન્સમાં કંઇ ફેર પડ્યો છે?
    જે શહેરમાં પ્રોગ્રામ હોય ત્યાંના ચાહકો સાંભળવા આવતા હોય છે. શ્રોતાઓ સારું સાંભળતા હોય છે. કલાકાર કરતાં શ્રોતાનું ધ્યાન વધારે હોય છે. ક્યારેક કોઈ વાત અધુરી રહી ગઈ હોય તો એ શ્રોતાઓ જ યાદ અપાવતા હોય છે. મારી 400 કલાકની ઓડિયો કેસેટ છે, લોકોએ અલગ અલગ સાંભળી હોય છે. પછી લોકો આવે અને કહે કે, જે કેસેટ સાંભળી એમાં મજા આવી પણ રાનવઘણની વાત કરી હોત તો વધારે મજા આવી હોત. એવું કહેનારા લોકો પણ મળ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending