સુરત: એર એશિયાની સુરત બેંગલુરુની ફ્લાઇટ 30 મિનિટ વહેલી સુરત એરપોર્ટ પર આવી પહોંચી હતી ત્યારે એર એશિયાની પહેલી ફ્લાઇટનું એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વોટર કેનન સેલ્યુટ કરી સ્વાગત કર્યું હતું. પહેલા જ દિવસે બેંગલુરૂથી સુરત 147 પેસેન્જરો આવ્યા છે. જ્યારે સુરતથી બેંગલુરૂ 180 પેસેન્જરો ગયા છે. આ ફ્લાઈટ સુરતના જ પાયલો ઋતુ ગોસ્વામીએ ઉડાવી હતી. તેણે કહ્યું હતું કે હું સુરતનો છું અને મારી પહેલી જ ફ્લાઇટ સુરતની છે તેનો મને ગર્વ છે.
બેંગ્લુરુ-સુરતની પહેલી ફ્લાઇટ પ્રથમ વાર સુરતી પાઇલટે ઉડાવી
‘હું સુરતનો, મારી પહેલી ફ્લાઇટ સુરતની અને મને ગર્વ છે કે હું મારા સુરતીઓને લઈ જાઉં છું’ આવું એર એશિયાના પહેલી ફ્લાઇટમાં આવેલા પાઇલટ ઋતુ ગોસ્વામીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું. પાઇલટ ઋતુએ જણાવ્યું હતું કે, મારો જન્મ સુરતમાં 20 સપ્ટેમ્બર, 1993માં થયો હતો. 2015માં હું એર એશિયામાં પાઇલટના ઇન્ટરવ્યુમાં પાસ થયો હતો અને ત્યારથી જ બેંગલુરુ હેડ-ક્વાર્ટરમાં હતો. ત્યારે એર એશિયાએ સુરત-બેંગલુરુની ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેને કારણે મેં મારી કંપનીને મેલ કરી જાણ કરી કે, હું સુરતનો છું અને મને આ ફ્લાઇટનું પાઇલટિંગ કરવા આપો તેવી રજૂઆત કરી હતી. જે મેલ બાદ તરત જ મને આ ફ્લાઇટ તેમણે આપી દીધી હતી.
આગળની સ્લાઇડ્સમાં વાંચો, ફ્લાઇટમાં 180 પેસેન્જર બેંગ્લુરુ ગયા....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.