બારડોલીમાં 7 માસના બાળકને નિષ્ઠુર માતાએ તરછોડી દીધું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી: બારડોલી નગરના તેન રોડ પર વહેલી સવારે એક નિષ્ઠુર માતા પોતાના સાત માસના બાળકને અંધારામાં બંધ લારી પાસે મુકી ચાલી ગઈ હતી. બાળકનો રડવાનો અવાજ આવતાં રાહદારીઓએ જોતા તાત્કાલિક 108 ઈમરજન્સી અને પોલીસને જાણ કરતાં સ્થળ પર આવી ગય હતાં. ફૂલ જેવા બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. બાળક તંદુરસ્ત હોવાનું જાણવા મળેલ છે. બાળકને છોડી જવાની ઘટનાથી માતા પર ફિટકારની લાગણી વર્ષાવી હતી.  

 

સોમવારની વહેલી સવારે બારડોલી રેલવે સ્ટેશનથી તેન તરફ જતા માર્ગ પર સ્કાઈ મોલની સામે આવેલ બંધ ચાની લારી પર એક બાળકને રડવાનો સતત અવાજ આવતો હતો. ત્યાંથી પસાર અમૂક લોકો રડતા બાળકને જોવું પણ હિંત કેળવી શક્યા ન હતાં, આખર એક રાહદારીએ નજીક જઈ જોતા સાત માસનું બાળક હતું, અને કોઈ નિષ્ઠુર માતાએ પોતાના દીકરાને ત્યજી ચાલી ગઈ હતી. જેથી તાત્કાલિક ઈમરજન્સી 108ને ફોન કર્યો હતો.

 

પલસાણની 108ના એએમટી ધવલ અગ્રવાત અને પાયલોટ મનીષ ચૌધરી સ્થળ પર આવી ગયા હતા, બાળકને ઉઠાવી સરદાર સ્મારક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. જ્યાં ચકાસમમાં બાળક તંદુરસ્ત હોવાનું જણાવ્યું હતું. બારડોલી પોલીસને જણ કરતાં ટાઉન બીટના ભરતભાઈ દેસાઈ આવી ગયા હતાં, અને સીસી કેમેરાની તપાસ શરૂ કરી હતી. હોસ્પિટલમાં બાળકને લાવતાં જ લોકો ફૂલ જેવા બાળકને જોવા દોડી આવ્યા હતાં, અને રમાડતા જોવા મળ્યા હતાં.

 

સાત માસના બાળ‌કને છોડી જવામાં એક માતાને જરા પણ દયા આવી ન હશે. જેવા ઉદ્દગારો સાથે રોષ વ્યક્ત કરતાં સ્થળ અને હોસ્પિટલમાં સાંભળવા મળ્યું હતું. માતા પર ફીટકાર વર્ષાવ્યો હતો. એક માતા પોતાના કાળજાના કટકાને છોડવા પાછલનું પ્રયોજન પડકાઈ ગયા બાદ જાણી શકાશે.

 

મહિલા રેલવે સ્ટેશન તરફથી આ‌વી હતી

 

મળસકે સાત માસના બાળકને છોડી જવાની ઘટના બારડોલી પોલીસે તેન રોડ પરના સીસીટીવી કેમેરાની ચકાસણીમાં એક મહિલા રેલવે સ્ટેશ તરફથી ત્રણ બાળકો સાથે આવતી દેખાઈ છે, અને સ્કાઈમોલની સામે ચાની લારીની બાજુમાં અંદર પ્રવેશ કરતી દેખાય છે. પંદર મીનીટ પછી બે બાળકો લઈને અલંકાર સિનેમા તરફ નીકળી હોવાનું જોવા મળે છે. જોકે, રાત્રિનો સમય હોવાથી ઓળખ અશક્ય બની છે.


ભૂખ્યુ બાળક કલાક સુધી રડતું રહ્યું


તેન રોડ પર ચાનો સ્ટોલનો માલિક મળસકે આવી બાળકને રડતું જોઈ પહેલા ગભરાઈ ગયો હતો.પરંતુ ત્યારબાદ હિંમત કેળવી અને આ બાબતે એક બીજાને વાત કરતાં ભેગા થઈ બાળકની વહારે ગયા હતાં. એકાદ કલાક બાળક સ્થળ પર જ રડતું રહ્યું હોવાનું સ્થળ પર જાણવા મળ્યું હતું.

 

રેલવે પોલીસને આગળની કામગીરી સોંપાઇ

 

બાળક જ્યાથી મળ્યું તે જગ્યા  રેલવે સ્ટેશનની હદમાં હોવાથી બારડોલી પોલીસે જરૂરી કાગળો કરી રેલવે પોલીસને આગળની કાર્યવાહી સોપી છે પોલીસ બાળકને ચિલ્ડ્રન હોમમાં મુકવાની તજવીજ હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...