ગુજરાતના આ શહેરમાં ‘ વિઘ્નહર્તા બન્યા પ્રદુષણહર્તા ’ ભક્તોએ ફટકડીમાંથી ગણેશજીની પ્રતિમા બનાવી

વિસર્જનના દિવસે ફટકડીની પ્રતિમા નદીમાં વિસર્જન કરવાથી નદી પ્રદુષિત થવાના બદલે શુદ્ધ બનશે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 10:48 AM
A statue of Ganapati made from Alum is installed in the vyara

વ્યારા: વ્યારા ખાતે આ વર્ષે નગર પાલિકા દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે નવતર પ્રયોગ કર્યો છે. પાલિકાના ચીફ ઓફિસર દ્વારા વ્યારા પાલિકાના ફાયર સ્ટેશને આ વર્ષે ફટકડીમાંથી બનાવેલ ગણેશજીની પ્રતિમા બનાવી વિધિવત સ્થાપન કર્યું હતું. ફટકડીના પ્રતિમા નદીમાં વિસર્જન કરવાથી ફટકડી નદીમાં ભળી જશે. તેમજ ફટકડી પાણીને શુદ્ધ કરે છે જેથી વિઘ્નહર્તા પ્રદૂષણ હર્તા બનશે.

વ્યારા નગર પાલિકા દ્વારા ફાયર સ્ટેશન પર ફટકડીમાંથી બનેલ શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી

વધતા જતા પ્રદૂષણને અંકુશમાં રાખવા અને નદી પ્રદૂષણની માત્રા ઘટાડવા તંત્ર દ્વારા ગણેશ ઉત્સવમાં પીઓપીની ગણેશ પ્રતિમા પર પ્રતિબંધ મુક્યો છે. એની જગ્યાએ માટીના ગણેશ મુકવા માટે આયોજન કર્યું હતું. જેને લઇ પ્રદૂષણની માત્રમાં ઘટાડો થાયએ માટે તંત્ર કટિબંધ છે. જે અંતર્ગત વ્યારા નગર પાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઇ પટેલ દ્વારા ઉચ્ચ અધિકારીના માર્ગદશન મુજબ વ્યારા પાલિકા માટે સ્પેશિયલ ફટકડીના ગણેશજીની પ્રતિમા બનાવી છે. તેને વ્યારા નગર ખાતે આવેલા ફાયર સ્ટેશનમાં વિધિવત સ્થપાના કરી છે. તેમજ વિસર્જનના દિવસે ફટકડીની પ્રતિમા નદીમાં વિસર્જન કરવાથી નદી પ્રદુષિત થવાના બદલે શુદ્ધ બનશે.

ફટકડીની પ્રતિમાનો વધુ ઉપયોગ કરાશે


આ પ્રસંગે વ્યારા પાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઇ પટેલે જણાવ્યું હતું કે વ્યારા ખાતે પાલિકા ના ફટકડીથી બનવેલા વિઘ્નહર્તા ગણેશજી બનશે પ્રદુષણહર્તા. વ્યારા પાલિકા એ બનાવેલા ફટકડી ના ગણેશ પ્રતિમા પ્રારંભિક પ્રયોગ આવતા વર્ષે નગરજનો કરે એ વિશેષ આયોજન કરશે અને નગરમાં વધુને વધુ ફટકડીની પ્રતિમાનો ઉપયોગ થઇ એવું આયોજન કરશે.

X
A statue of Ganapati made from Alum is installed in the vyara
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App