તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં બાળકીઓ પર હેવાનિયત વચ્ચે પોલીસની ભારે અછત, તમે આજદિન સુધી શું કર્યું? ધારાસભ્યો: રજૂઆત તો કરીએ જ છીએ, ફરી કરીશું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ માત્ર ભંગારમાં પડેલા ડબ્બા નથી, તેમાં આપણી બહેન-દીકરીઓની લાજ ન્યાયની રાહ જોઇ રહી છે - Divya Bhaskar
આ માત્ર ભંગારમાં પડેલા ડબ્બા નથી, તેમાં આપણી બહેન-દીકરીઓની લાજ ન્યાયની રાહ જોઇ રહી છે

સુરતઃ સુરતની વસ્તી અને વિસ્તારના તુલનામાં પોલીસ મહેકમ ખુબજ ઓછું છે. અમદાવાદની તુલનામાં સુરત વસ્તી કે વિસ્તારમાં બહુ પાછળ નથી પરંતુ પોલીસ મહેકમમાં ચાર ગણું પાછળ છે. સુરતમાં વસ્તી 60 લાખ અને હાજર મહેકમ 3757 છે. જ્યારે મંજૂર મહેકમ 5445 છે. અમદાવાદમાં હાજર મહેકમ 13000 છે અને મંજૂર 20000 છે. આ આંકડા પરથી એ‌વું કહી શકાય તે સરકાર સુરતના લોકોની સુરક્ષા માટે એટલી ચિંતિત કે ગંભીર નથી જેટલી અમદાવાદના લોકોની સુરક્ષા માટે છે. મહેકમ વધારવા માટે સંસદસભ્યો અને ધારાસભ્યોએ શું કર્યું એ બાબતે સુરતના તમામ ધારાસભ્યો અને સાંસદો સાથે વાત કરી હતી. તમામે કહ્યું કે સરકારમાં રજૂઆત કરી છે પરંતુ હજી સુધી ફળદાયી પરિણામ નથી આવ્યું.

 

ધારાસભ્યો માત્ર રજૂઆત કરીને બેસી રહે છે, ઉપવાસ પર કેમ નથી બેસી જતા?

 

12 ધારાસભ્યોમાંથી 7નો દાવો કે સરકારનું ધ્યાન દોર્યું છે, 5 કહે છે, હવે ધ્યાને આવ્યું છે

 

રજૂઆત કરી  છે પણ...
- સંગીતા પાટીલ, લિંબાયત - 8-9 મહિલા પહેલા રજૂઆત કરી હતી.
- પુર્ણેશ મોદી, પશ્ચિમ - બે ત્રણ મહિના પહેલા રજુઆત કરી છે.
- કુમાર કાનાણી, વરાછા - 15-20 દિવસ પહેલા જ રજુઆત થઈ છે.
- વી.ડી.ઝાલાવડિયા, કામરેજ - રજુઆત કરી છે.
- ઝંખના પટેલ, ચોર્યાસી - 27 દિવસ પહેલા જ સરકારને પત્ર લખ્યો છે.
- પ્રવિણ ઘોઘારી, કરંજ - રજૂઆત કરી જ છે હજુ રજુઆત કરીશું.
- મુકેશ પટેલ, ઓલપાડ - છાશવારે રજુઆત કરી છે, વધુ રજુઆત કરીશું.

 

હવે રજૂઆત કરીશું...
- અરવિંદ રાણા, પુર્વ - જરૂર હોય ત્યારે  સરકાર અસ્થાયી રૂપે પોલીસ બળ પુરુ પાડે છે. પરંતુ કાયમી પોલીસ માટે રજુઆત કરીશ.
- કાંતીભાઈ બલર, ઉત્તર - ઓછું મહેકમ હોવાનો ખ્યાલ હમણા જ આવ્યો અમે પાંચેય ધારાસભ્યો સાથે મળીને સરકારને રજુઆત કરીશું.
- વિવેક પટેલ, ઉધના - હજી કરી નથી, બધા મળી  ધારદાર રજુઆત કરીશું.
- હર્ષ સંઘવી, મજુરા - તમારા માધ્યમથી જાણવા મળ્યું કે સુરતમાં ઓછું મહેકમ છે. હું આગામી મંગળવારે રજુઆત કરીશ.
- વિનોદ મોરડિયા, કતારગામ - અમે પણ રજૂઆત કરીશું.


સાંસદોનો પણ એવો જ જવાબ
- સી.આર.પાટીલ, સાંસદ, નવસારી - અમે રજૂઆત કરી છે કે સુરતને મહેકમ મળે હજુ કરીશું. 
- સુરતના સાંસદ દર્શના જરદોષે ફોન ઉપાડ્યો ન હતો.