• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 6 જ મહિનામાં શહેરમાં 142 જીવલેણ અકસ્માત, સૌથીવધુ 61 રાહદારી મર્યા | 58 Headless Bike Drivers Without Wearing Helmets Died Due To Injuries

6 જ મહિનામાં શહેરમાં 142 જીવલેણ અકસ્માત, સૌથીવધુ 61 રાહદારી મર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત: વધતા જતા માર્ગ-અકસ્માતના પગલે શહેરમાં હવે રોડ પર ચાલવું  લોકો માટે મોતના આમંત્રણ સમાન પુરવાર થઇ રહ્યું છે.  છેલ્લા છ મહિનામાં એટલે કે જાન્યુઆરીથી જૂન 2018 સુધીમાં કુલ 142  પ્રાણઘાતક અકસ્માતો થયાં  છે. જેમાંથી 61 રાહદારી મોતને ભેટ્યા છે. જ્યારે 58 બાઇક ચાલક ના હેલ્મેટ ન પહેરવાના કારણે હેડ ઇન્જરી ના લીધે મોત થયાં હતા. શહેર પોલીસ કમિશનરે કરેલા પૃથ્થકરણ મુજબ શહેરમાં સૌથી સલામત વાહન કાર હોવાનું ફલિત થયું છે. કાર ચલાવનારા એકનું જ મોત થયું છે. 

 

મોતના કારણો

 

- પુરઝડપે રાહદારીને ટક્કર 61 
- પુરઝડપે રીતે ચલાવતા 27 
- મો.સા.સ્લીપ 15
- સામેથી ટક્કર મારી
- પાછળથી ટક્કર મારી
- સાઇડથી ટક્કર મારી
- વાહનચાલકની બેદરકારી 7
- અયોગ્ય વળાંક 2   
- વાહન પલ્ટી ખવડાવી 4
- નશો કરેલી હાલતમાં 1
- અચાનક બ્રેક મારતા 2
- નિર્જીવ વસ્તુ સાથે અથડાતા 9
 
સૌથી વધુ જીવલેણ અકસ્માતો પાંડેસરામાં
 
પો.સ્ટે.ગુના
વરાછા01
કાપોદ્રા3
સરથાણા10
પુણા10
લિંબાયત6
ઉધના12
ડિંડોલી9
અઠવાલાઇન્સ2
ઉમરા8
ખટોદરા12
પાંડેસરા14
સચિન10
સચિન GIDC11
ડુમસ4
મહિધરપુરા4
ચોકબજાર1
કતારગામ5
અમરોલી5
રાંદેર2
જહાંગીરપુરા4
અડાજણ3

અન્ય સમાચારો પણ છે...