નવાપુર: ગુજરાત રાજયના અડીને આવેલા મહારાષ્ટ્ર નંદુરબાર જિલ્લા શહાદા તાલુકાના સોનવલ હવેલી ગામમાં આદિવાસી કુટુંબના 5 નાના બાળકો ખેતરમાં ગયા હતાં. ત્યાંથી અચાનક લાપત્તા થઈ જતાં ગભરાટ ફેલાઈ ગઈ છે.હાલ બાળકોના માતાપિતા બેબાકરા બની બાળકોની શોધખોળ કરી રહ્યા છે. સોનવલ હવેલી ગામમાં આદિવાસી કુટુંબના 5 નાના બાળકો શનિવારે સાંજે ગામની સીમમાં આવેલા એક ખેતરમાં દાડમ તોડવા માટે ગયા હતાં. જે બાદ મોડી રાત સુધી ઘરે ન આવતાં ગામડાના લોકો સહીત પરિવારના સભ્યો શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બાળકોની કોઇ ભાળ ન મળતા આખરે બીજા દિવસે સવારે શહાદા પોલીસ સ્ટેશનમાં બાળકો ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. એક સાથે પાંચ નાના બાળકો લાપતા થવાની ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઇ જવા પામ્યો છે.
ગુમ થયેલ બાળકો
- નવનાથ દિવાન વાઘ (8)
- ગોપાલ રાજેન્દ્ર ઠાકરે (5)
- સત્તાર રમેશ સોનવણે(10)
- નિખિલ આનંદા મુસળદે (14)
- અજય એકનાથ માળી (12)
બલીના ઇરાદે અપહરણ થયું હોવાની આશંકા
મહારાષ્ટ્ર રાજ્યના બલીના ઈરાદે મહારાષ્ટ્રથી બે બાળાનું અપહરણ કરી ગુજરાત રાજ્યમાં સુરત જિલ્લાના કીમ પાસે આવેલી દરગાહ પાસેથી એક વૃદ્ધ વ્યક્તિની ધરપકડ કરાઇ હતી. આ ઘટના તાજી રહેતાં પાંચ નાના બાળકો લાપતા થઈ જતાં મોટા પ્રમાણમાં ગભરાટ ફેલાઈ ગઈ છે. પાંચ નાના બાળકો કદાચ ગુજરાત રાજયના બલીના ઇરાદે લઈ ગયા હોય આ શંકા નિર્માણ થઈ રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.