11 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ હત્યા કરાયાની શંકા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત:  કડોદરા-જોલવા નહેર સામે રહેતા એક શ્રમિક પરિવારની 11 વર્ષીય બાળકીની લાશ સચિન પોલીસ મથકની હદમાં નહેરના કાંઠેથી શુક્રવારે મળી તે ઘટનામાં બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. કારણ કે તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટના પ્રાથમિક તબક્કામાં આ બાળકીના ગુપ્તાંગનો પરદો તૂટેલો હોવાનું જણાયું છે. હાલના તબક્કે પલસાણા પોલીસ ફોરેન્સિક લેબોરેટરીના રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.

 

કડોદરા-જોલવા નહેર કાંઠેથી લાશ મળી આવી હતી

 

 શુક્રવારે ખરવાસા નહેરમાંથી એક અજાણી બાળકીની લાશ મળી હતી. પોલીસની તપાસમાં આ લાશ કડોદરા-જોલવા નહેર પાસે રહેતા સુનીલ તિવારીની પુત્રી અંજલિ (ઉ.વ.11)ની હોવાનું બહાર આવ્યું હતું. આ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ડોક્ટરના પ્રાથમિક તારણમાં બદકામ થયાની આશંકા સેવવામાં આવી રહી હોવાથી ફોરેન્સિક પીએમ માટે નમૂના મોકલાયા છે.  


 જોલવા-કડોદરા નહેર સામે રહેતા સુનીલ તિવારીની 11 વર્ષની દીકરી અંજની ગત 21મીના બપોરે 3 વાગ્યાથી ગુમ હતી. જે અંગે પરિવારે પલસાણા પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.જેની ભાળ મળે તે પૂર્વે જ તેનો મૃતદેહ ચલથાણથી ઈકલેરા જતી ખરવાસા નહેરમાંથી મળી આવ્યો હતો.

 

 બાળકીના કાકાએ શંકા  વ્યક્ત કરી

 

બાળકીના કાકા શ્રવણ તિવારીએ જણાવ્યું હતું કે, બાળકી પડોશમાં રહેતી તેની ઉંમરની બાળકી સાથે વધારે દેખાતી હતી. પાડોશમાં રહેતી એ બાળકી તેના ભાઈ અને માતા સાથે એકલી રહે છે. પરંતુ બાળકી ગુમ થયાના ત્રણ કલાક સુધી તેઓ ક્યાંક જતા રહ્યા હતા.  

 

 બાળકી પર રેપ થયાના પુરાવા

 

 ડો.નિશા ચંદ્રાએ જણાવ્યું હતું કે, મૃતક બાળકી પર રેપ થયો હોય એમ કહી શકાય છે. કારણ કે, તેના ગુપ્તાંગનો પરદો તૂટી ગયો છે. પરંતુ ગુપ્તાંગ પરથી કોઈ ઈજાના નિશાન મળી આવ્યા નથી. ફેંફસાં અને પેટમાંથી પાણી મળી આવ્યું છે. પોસ્ટમોર્ટમ બાદ કહી શકાય કે, હત્યા આશરે 36થી 48 કલાક પહેલાં થઈનો હોવાનું લાગી રહ્યું છે

 

 છાત્રા ઘરે આવ્યા બાદ ગુમ થઈ હતી

 

11 વર્ષીય અંજલિ ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી. જે સવારે શાળાએ ગયા બાદ બપોરે ઘરે પરત ફરી ત્યાર પછી બપોરે ત્રણ વાગ્યે કોઈને કહ્યા વગર જતી રહી હતી.

 

અન્ય સમાચારો પણ છે...