સુરત: ઓર્ગન ડોનેટ કરવા 7 હજાર લોકોએ પ્રતિજ્ઞા લીધી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: ઓર્ગન ફેલિયોર લોકોને નવજીવન આપવા લોકોમાં ઓર્ગન ડોનેટ અંગે જાગૃતિ લાવવા માટે શહેરની ડોનેટ લાઈફ દ્વારા વિવિધ સંસ્થાના સહયોગથી 27 નવેમ્બરના ઈન્ડિયન ઓર્ગન ડોનેશન ડે પર વેસુ ચાર રસ્તા હેપી હોમ પાસે વોકેથોન 2016નું આયોજન કરાયું હતું. તેમાં, 7 હજારથી વધુ શહેરીજનોએ ભાગ લીધો હતો અને ઓર્ગન ડોનેટ કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. દેશમાં 27 નવેમ્બર રવિવારે ઓર્ગન ડોનેશન ડે નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો સાથે સુરત શહેરમાં પણ લોકોને ઓર્ગન ડોનેટ કરવા પ્રેરવા માટે વોકેથોન 16 યોજવામાં આવી હતી. ડોનેટ લાઈફ તથા અન્ય સંસ્થાઓના સહયોગથી આ કાર્યક્રમને સફળતા મળી હતી.
ઓર્ગન ડોનેટમાં અગ્રેસર સુરતમાં ઈન્ડિયન ઓર્ગન ડોનેશન ડે પર વોકેથોન 2016 યોજાઇ
દેશમાં દર વર્ષે 5 લાખથી વધુ વ્યક્તિો ઓર્ગન ન મળવાને લીધે મરમ પામે છે. 20 લાખ લોકો કિડનીની બિમારીથી પિડાય છે. જેમાં, દર વર્ષે બે લાખ દર્દીઓનો ઉમેરો થાય છે. આવી જ પરિસ્થિતિ હૃદય, લિવર અને પેનક્રિઆસ સંબંધિત રોગોની પણ છે. એક વ્યક્તિના ઓર્ગન ડોનેશનથી નવ વ્યક્તિઓને નવજીવન મળી શકે છે. આ દિવસે લોકોમાં ઓર્ગન ડોનેશન વિશેની ગેરમાન્યતા દૂર થાય, તે વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરે તથા ઓર્ગન ડોનેશનની પ્રતિજ્ઞા લે તે આજના દિવસનો હેતુ હોવાનુ ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું.
આ વોકેથોનના કાર્યક્રમમાં 7 હજારથી વધુ લોકો જોડાયા હતાં. તો કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી ગણપત વસાવા, સંસદિય સચિવ પુર્ણેશ મોદી, મેયર અસ્મિતા શિરોયા, ધારાસભ્યો, રેન્જ આઈજી સમશેર સિંગ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તો કાર્યક્રમને નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન અને કોમન વેલ્થ યુથ કાઉન્સિલનો સહયોગ મળ્યો હતો. તો કાર્યક્રમ સફળ બનાવવા માટે ઈન્ડિયન મેડિ.એસો. સુરત ફિઝીશ્યન ઓસો. , ફેમિલી ફિઝીશ્યન એસો., સુરત મેડી.કન્સલ્ટન્ટ એસો. સુરત નર્સિંગ એસો. સહીતની સંસ્થાઓએ ભાગ લીધો હતો.
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો.....
અન્ય સમાચારો પણ છે...