તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરેલીમાં 5 દિવસમાં 6 વ્યક્તિનાં શંકાસ્પદ મોત : લઠ્ઠાકાંડની શંકા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી: પલસાણા તાલુકાના વરેલી ગામે 5 દિવસમાં 6 વ્યક્તિનાશંકાસ્પદ મોતની ઘટનાને લઈ વહીવટી તંત્ર દોડતું થયું છે. પોલીસ લઠ્ઠાકાંડની વાત સ્વીકારવા તૈયાર નથી. તો સ્થાનિકો દારૂના નશા બાદ મોતની વાત સ્વીકારે છે.
સતત બેદરકાર રહેનારી પોલીસે લઠ્ઠાકાંડની વાત નકારી
રાત્રે સૂતા બાદ બેભાન થયા પછી મોત નીપજ્યા
વરેલી ગામે છેલ્લા પાંચ દિવસથી 6 વ્યક્તિના મોતની ઘટનાને ભારે ચકચાર મચાવી છે. ગત 4 સપ્ટેમ્બરે રાત્રે ઉંઘી ગયા બાદ યુવાનના મોત થયા હતાં. ત્યારબાદ 7મી સપ્ટેમ્બરના રોજ વરેલીની અલગ અલગ સોસાયટીમાં ચાર યુવાનની રાત્રે ઉંઘી ગયા બાદ તબિયત લથડતાં બેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જેમાં ત્રણ યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
કાર્યક્રમ છોડીને આગેવાનો સ્થળ પર દોડી આવ્યા, વરેલી પંચાયતનું તંત્ર હચમચ્યું
વરેલીમાં ચાર દિવસમાં 6 વ્યક્તિના મોતની ઘટનાની જાણ થતાં વ્યારા ખાતેના મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી બારડોલી વિધાનસભા ધારાસભ્ય અનિલભાઈ પરમાર અને પલસાણા તાલુકા ભાજપ પ્રમુખ જિગ્નેશ પટેલ સહિત આગેવાનો સ્થળ પર દોડી આવી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વરેલી ગામના સરપંચ ધનીરામ દુબેએ તાત્કાલિક મોતનું કારણે જાણવા માટે મૃતકોના પીએમ ફોરેન્સીક પેનલથી કરવા માટે પોલીસે તંત્ર અને મેડિકલ ઓફિસરને લેખિતમાં જાણ કરી હતી. જોકે, આ પહેલા 2 વ્યક્તિના પીએમ કરી દેવામાં આવ્યા છે. 2 વ્યક્તિના પીએમ પેનલમાં ફોરેન્સીક રીતે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગંભીરતાથી કાર્યવાહીની સૂચના આપી છે

ઘટના ગંભીર હોઈ મે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને મામલતદાર તેમજ આરોગ્ય વિભાગની ટીમને ગંભીરતાથી કાર્યવાહી કરવા સૂચના આપી છે. > અનિલભાઈ પરમાર, ધારાસભ્ય, બારડોલી.
પોલીસ કાર્યવાહી હાથ ધરી રહી છે

બે અમોતની ઘટનામાં પીએમ રિપોર્ટ આવી ગયા છે. જેમાં કડોદરા આનંદોનું મોત મગજમાં તાવ આવવાથી લોહી નીકળી જવાથી થયું છે. જ્યારે સુનિલ ચૌધરીનું મોત હાર્ટએટેકથી થયું હોવાનું બહાર આવ્યું છે. લઠ્ઠાકાંડ જેવી ઘટના લાગી રહી નથી. આમ છતાં પોલીસ ગંભીરતાથી કાર્યવાહી હાથ ધરી રહી છે. > એચ. કે. ભરવાડ, પીઆઈ, કડોદરા.
ડોક્ટરોની ત્રણ પેનલમાં પીએમ કરાયું

મરનાર રામનાયક દીપક (35)નું મોત થતા તેનું ડોક્ટરોની ત્રણ પેનલમાં પીએમ કરાયું હતું. ડો. અસ્તાના સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે આ યુવાનનું કોઈ હાર્ટ એક કે ગંભીર માર વાગવાથી કે કોઈ લાંબી માંદગીના કારણે કુદરતી મોત થયા અંગેના કોઈ લક્ષણો નથી દેખાતા. જેથી મરનારના શરીરમાં ઈથોનોલના લક્ષણો છે કે નહીં તે માટે ફોરેન્સીક લેબમાં તેના વિસેરા તેમજ બ્લડના સેમ્પલ મોકલી આપ્યા છે. અન્ય યુવાનનું પીએમ ગતરોજ કરી ડોક્ટરોની પેનલમાં કરવામાં આવશે.
બારોબાર અંતિમવિધી

પોલીસે આનંદ મહાલે (42) (કડોદરા) જ્યારે વરેલીના રામનારાયણ યાદવ (35), સુનિલ(40) અને મનોજ શાહુ (24)માં અમોત દાખલ કરી તપાસ શરૂ કરી છે. જ્યારે વરેલી ગ્રામપંચાયત દ્વારા મામલતદાર અને ટીડીઓને કરાયેલા રિપોર્ટ મુજબ વરેલીમાં રામ નારાયણ તેમજ રાજકપુર નારાયણ (50), મનોજ શાહુ (24)ના મોત થયા છે. બે ના નામ પોલીસ ચોપડે નથી. શક્યતા મુજબ બહારોબાર અંતિમવિધી થઈ ગયાની શંકા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો