તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

65 આરોગ્ય ટીમ, 34 તબીબો અને 6 તાલુકા હેલ્થ ઓફિસરોએ સર્વે કર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: વરેલીની ઘટના બાદ જીલ્લા આરોગ્ય વિભાગ પણ એકાએક સક્રિય થઈ ગયું છે. એક ટીમે વરેલીમાં 9 હજાર મકાનોનો સર્વે કરીને શંકાસ્પદ જણાયેલા લોકોને સ્થળ પર જ સારવાર આપી છે. જિલ્લાના પલસાણા ખાતે વરેલીમાં લઠ્ઠાકાંડની ઘટના બાદ જીલ્લા આરોગ્ય વિભાગે પણ તપાસ શરુ કરી દીધી છે. બનાવની જાણ થતા તાત્કાલિક ટીમ મેદાનમાં ઉતારી દીધી હતી.
લઠ્ઠાકાંડ બાદ જિલ્લા આરોગ્ય વિભાગ પણ સળવળ્યું
65 ટીમ બનાવીને 8,963 મકાનોમાં સર્વે કરવામાં આવ્યો છે. એક ટીમમાં બે લોકો છે. આ સિવાય 34 ડોક્ટરો અને 6 તાલુકા હેલ્થ અધિકારીઓ મળીને સર્વે કર્યો છે. જેમાં કુલ 40,181 લોકોના આરોગ્યની તપાસ કરાઈ છે. આમાંથી 49ને તાવ હોવાનું ધ્યાનમાં આવ્યુ હતું. આ સિવાય 10 ડાયરીયા, 7 ઉધરસ અને 94 શરદી ખાસીના કેસ સામે આવતા સ્થળ પર જ તેમને સારવાર આપવામાં આવી હતી. આ સિવાય અન્ય 37 હજાર લોકોની પણ તપાસ કરવામાં આવી છે. લોકોને આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો