તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત: 41 વાર રણજી ચેમ્પિયન મુંબઇની ટીમ પ્રેક્ટિસ માટે સુરતમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: સામાન્ય રીતે વરસાદ અને ક્રિકેટનો 36નો આંકડો રહ્યો છે. એમ કહીં શકાય કે બંને વચ્ચે બિલકુલ બનતું નથી. પરંતુ સુરતના ક્રિકેટિય માહોલ માટે આજે આજ વરસાદ જાણે આર્શિવાદ સાબિત થયો હતો. બન્યુ એવું હતુ કે મુંબઇમાં વરસાદના લીધે મુંબઇ રણજી ટીમ પ્રેક્ટિસ કરવા માટે ખજોદ સ્થિત સી.બી. પટેલ ગ્રાઉન્ડ પર આવી પહોંચી હતી. નેશનલ સિલેકટર જતીન પરાંજપે, કોચ ચંદ્રકાન્ત પંડિત અને અરમાન જાફર સહિતના અનેક ઊભરતા સ્ટારથી ભરેલી મુંબઇની ટીમ ત્રણ દિવસ સુધી અહીં રોકાઈ હતી.
 
વરસાદે સુરતની બાજી સુધારી, સુરતના ગ્રાઉન્ડમાં ફેસિલિટીથી નેશનલ સિલેકટર જતીન પરાંજપે આફરીન
 
આજે મુંબઇ રવાના થતી વખતે કોચ ચંદ્રકાન્ત પંડિતે કહ્યુ હતુ કે મુંબઇમાં અમને ગ્રાઉન્ડ શોધ્યે જડતા નથી ત્યારે સુરતમાં આટલુ સારુ ગ્રાઉન્ડ હોય તેનો ડિસ્ટ્રીક્ટ મેચો માટે તો ઉપયોગ થવો જ જોઇએ. તેમણે એ વાત જાણીને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતુ કે જ્યાં મુંબઇમાં વર્ષેદડાહે 100 જેટલી ટુર્નામેન્ટ રમાતી હોય છે જ્યારે તેની સરખામણીમાં સુરતમાં પાંચ ટકા જેટલી ટુર્નામેન્ટ પણ રમાતી નથી. મુંબઇ ટીમનું સુરત આગમન કેવી રીતે થયું એ અંગે માહિતી આપતા ક્રિકેટ કોચ અપૂર્વ દેસાઈએ કહ્યુ કે ‘ હું દિનેશ કાર્તિકને કોચિંગ આપુ છું. તેની જોડે અભિષેક નાયર પણ સુરત પ્રેક્ટિસ માટે આવ્યા હતા. આ દરમિયાન મુંબઇ ટીમનો ફોન અભિષેક પર આવ્યો હતો કે વરસાદના લીધે પૂણામાં યોજાનાર પ્રેક્ટિસ મેચ રદ થઈ છે અને મુંબઇમાં પણ કોઈ ગ્રાઉન્ડ ઉપલબ્ધ નથી.
 
ક્રિકેટના મહારથી: જાણીતા ચહેરા કયા-કયા
 
અરમાન જાફર, આદિત્ય થરે (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, હેરવાડકર, અભિષેક નાયર અને સિધ્ધાર્થ લાર્ડ. આ ખેલાડીઓ આઇપીએલમાં પણ રમે છે.પહેલાં લાલભાઈના ગ્રાઉન્ડ માટે સંપર્ક કરાયો હતો. પરંતુ તે ગુરુવારે મળે એવી સંભાવના હતી.  સૂત્રોએ તો ત્યાં સુધી કહ્યુ કે મુંબઇ ક્રિકેટ એસો. પર ફોન કરવામાં આવ્યો હતો કે કોઈ પ્રાઇવેટ ગ્રાઉન્ડ પર કેવી રીતે પ્રેક્ટિસ થઈ શકે ત્યારે મુંબઇનો જવાબ સ્પષ્ટ હતો કે, અમારી મરજી, જ્યાં પ્રેક્ટિસ કરવી હોય.
 
ક્રિકેટના હિત માટે ગ્રાઉન્ડનો ઉપયોગ કરો

હું માનું છું કે જો ભરૂચ જેવા શહેરમાંથી ખેલાડી ભારતીય ટીમમાં આવતો હોય તો સુરતથી કેમ નહીં.  અહીં ઘણાં ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડનો ક્રિકેટ માટે ઉપયોગ થવો જોઇએ, જો તમે ક્રિકેટનો વિકાસ કરવા ઇચ્છતા હોવ તો. - ચંદ્રકાન્ત પંડિત, કોચ, મુંબઇ ટીમ
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...