મુદત ગામે પૂર્ણા નદીમાં વિસર્જન માટે ગયેલા ચાર યુવક ડૂબી ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા: વાલોડના મોરદેવીના વડ ફળિયાના યુવાનો તથા ગ્રામજનો ગણેશ વિસર્જન માટે મોરદેવી નજીક આવેલ મહુવા તાલુકાના મુદત ગામની મમાંથી પસારથતી પૂર્ણા નદીમાં પહોંચ્યા હતાં. છ જેટલા યુવાનો નદીમાં ગણેશ વિસર્જન માટે ઉતર્યા હતાં ત્યારે 4.15 કલાકે પૂર્ણા નદીમાં પાણીમાં ડૂબવા માંડ્યા હતાં. જેથી સ્થાનિક તરવૈયા અને ગ્રામજનોએ વિપુલભાઈ ગણપતભાઈ પટેલ તેમજ પ્રતિકભાઈ દીપકભાઈ પટેલ નામના યુવાનને બચાવી લીધા હતાં. જ્યારે અન્ય ચાર યુવાનો પાણીમાં ગરક થઈ ગયા હતાં.
એક જ પરિવારના ત્રણ પિતરાઈ ભાઈનાં મોત
મોરદેવી ગામના એક જ પરિવારના 3 પીતરાઈ ડૂબી ગયા હોવાનું જાણવા મળ્યું છે. મોડી સાંજે મોરદેવીના 3 યુવાનોનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે ધર્મેશ પટેલની મોડી રાકત્રે લાશ મળી હતી. ધર્મેશભાઈ પટેલ પણ ત્રણ મૃતકના પરિવારના જમાઈ હોવાનું જાણવા મળ્યું છે.
ગરક થયેલા યુવકો

કૃણાલભાઈ દીપકભાઈ પટેલ (18) (રહે. વડફળિયું, મોરદેવી)
સુનિલભાઈ લક્ષ્મણભાઈ પટેલ (30) (રહે. વડફળિયું, મોરદેવી)
પીયુષભાઈ મહેશભાઈ પટેલ (18) (ત્રણે રહે. વડફળિયું, મોરદેવી)
ધર્મેશભાઈ રમેશભાઈ પટેલ (30) (રહે. બોરીયા, તા મહુવા)
અન્ય સમાચારો પણ છે...