તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત: રાજ્યનો પહેલો 2-વે કેબલ બ્રિજ સુરતમાં હશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: બ્રિજની બંને તરફ વાહન વ્યવહાર ધરાવતા રાજ્યના પહેલા એવા તાપી નદી પર બની રહેલા મહત્ત્વાકાંક્ષી કેબલ સ્ટેઇડ બ્રિજનું લોકાર્પણ જાન્યુઆરી-18 સુધીમાં થવાની પાલિકાને ધારણા છે. તાજેતરમાં જ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરાયેલા ભરૂચની નર્મદા નદી પરના કેબલ બ્રિજ અને સુરતમાં નિર્માણાધિન કેબલ સ્ટેઇડ બ્રિજ વચ્ચે અનેક તફાવત છે. ખાસ કરીને ભરૂચનો બ્રિજ 1-વે છે જ્યારે સુરતનો બ્રિજ 2-વે છે. જે સુરતના કેબલ સ્ટેઈડ બ્રિજને અવ્વલ બનાવે છે.
 
કેબલ સ્ટેઇડ બ્રિજના નિર્માણ પાછળ 139.50 કરોડ રૂપિયાનો ખર્ચ
 
માત્ર કેબલ પર જ આખા બ્રિજનો લોડ હોય તેવો રાજ્યનો આ પહેલો કેબલ સ્ટેઇડ બ્રિજ બનશે. જ્યારે ભરૂચના બ્રિજમાં કેબલ પર 40 ટકા લોડ અને સ્ટ્રકચર પર 60 ટકા લોડ હોય છે. જ્યારે સુરતના બ્રિજમાં 100 ટકા લોડ કેબલ પર જ હશે. શહેરના કેબલ સ્ટેઇડ બ્રિજના નિર્માણ પાછળ પાલિકા 139.50 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
બ્રિજ પર બંને તરફે અવર જવર કરી શકાશે
  
16મી સદીમાં સુરતમાં 84 વાવટા ફરકતા હોવાથી સુરતને સોનાની મુરત ગણવામાં આવી રહી છે. શહેરમાં આવી કામગીરી સતત કરવામાં આવી રહી હોવાથી આજ સુધીમાં 100 જેટલા બ્રિજ નિર્માણ પામી ચુક્યા છે. બીજીતરફ તાપી નદી પર બનાવાઈ રહેલો કેબલ સ્ટેઇડ બ્રિજ સમગ્ર રાજ્યભરમાં એક અલગ ઓળખ ઊભી કરશે. આમ તો નર્મદા નદી પર બનાવાયેલા કેબલ સ્ટેઇડ બ્રિજને એકસ્ટ્રા ડોઝ કેબલ સ્ટેઇડ બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કેબલ પર 40 ટકા લોડ અને સ્ટ્રકચર પર 60 ટકા લોડ હોય છે. જ્યારે સુરતના બ્રિજમાં 100 ટકા લોડ કેબલ પર જ હશે. આવો જ બ્રિજ ભાવનગર ખાતે બનાવાયો હતો, પરંતુ થોડા સમયમાં જ તેને બંધ કરી દેવાની સ્થિતિ સર્જાઈ હતી. સુરતનો બ્રિજ રાજ્યમાં એક અન્ય કારણસર પણ અવ્વલ છે, જેમાં આ બ્રિજ પર બંને તરફે અવર જવર કરી શકાશે. આમ આગામી દિવસોમાં તાપી પરનો કેબલ સ્ટેઇડ બ્રિજ સુરતીઓ માટે ગૌરવરૂપ સાબિત થશે.
 
આવો બ્રિજ માત્ર કોલકાતામાં
 
ભરૂચ કેબલ બ્રિજ અને સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજ વચ્ચે અનેક તફાવત છે. કેબલ પર જ બ્રિજનો લોડ હોય તેવો કેબલ સ્ટેઇડ બ્રિજ હાલ માત્ર કોલકાતામાં છે, જ્યારે રાજ્યમાં સુરતમાં આ પ્રમાણેનો પહેલો બ્રિજ બનશે.
- ડો. અતુલ દેસાઈ, કેબલ સ્ટેઇડ બ્રિજમાં પીએચડી કરનારા
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો