સુરતમાં તો છેક 16મી સદીથી કેશલેસ પ્રથા અમલમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: વિનિમય માટે હાલના સમયનું  અગત્યનું સાધન રોકડાની નોટબંધી પછી ઘટી ગયેલી રોકડ ગતિના કારણે વેપાર તેમજ સામાન્ય વ્યવહારો કેશલેસ બન્યા છે. ઓછા વત્તા પ્રમાણમાં સમગ્ર વિશ્વમાં થઇ રહેલા કેશલેસ પ્રથાનું અમલીકરણ સુરતના વેપારમાં 16મી અને 17મી સદીથી થઇ ગયું હતું. નાણાંકીય લેવડદેવડ માટે 16મી અને 17મી સદી દરમ્યાન સુરતમાં હૂંડી પ્રથા પ્રચલિત બની હતી. હૂંડી દ્વારા નાણાં એક શહેરમાંથી બીજા શહેરમાં અથવા તો પરદેશમાં પણ મોકલી શકાતા હતા.
 
નાણાંકીય લેવડદેવડના ટૂંકા અંતર માટે જ લખવામાં આવતી ‘જોખમી હૂંડી’ પણ સુરતમાં પ્રચલિત હતી
 
વ્યકિત નાણાં એક સ્થળેથી બજી સ્થળે જાતે ગયા વગર મોકલવા માંગે તો તેમ પણ થઇ શકતું. વ્યક્તિ નાણાં નાણાવટીને આપીને પહોંચ મેળવતો અને તે પહોંચ જે શહેરમાં નાણાં મોકલવા માંગે ત્યાં મોકલી આપતો. પહોંચ લઇ જનાર વ્યકિત નક્કી કરેલા સ્થળે પહોંચ બતાવતો, જે હુંડી કગેવાતી. આ પહોંચ જોઇને પેઝીના મુનીમ પહોંચમાં જણાવ્યા મુજબના નાણાં ચુકવી આપતો. આવા પ્રકારની હૂંડી અે વીમો નહોતો પણ એક વચનપત્ર જ હતું. સૂરત બહારના વેપારી  કેન્દ્વોએ નાણાં ચૂકવ્યા વગર માલસામન ખરીદી શકતો અને ખરીદી કરનારે નાણાંની ચૂકવણી સૂરત પહોંચીને નિશ્ચિત સમયમાં કરી દેવી પડતી હતી.

સૂરતથી પટના અને ઢાકાની હૂંડીઓ પણ લખાતી. પટના,ઢાકા અને બનારસથી આગ્રા માટેની અને આગ્રાથી સુરત માટેની હૂંડીઓ અપાતી.ઇરાનના અખાતના કાંઠે આવેલા જસ્કથી પણ નાણાં હૂંડી મારફતે સૂરચ પહોંચતા હતા. 17મી સદીમાં અંગ્રેજો સૂરત આવ્યા ત્યારે સૂરતમાં હૂંડીઓ દ્વારા સોદાઓ થતાં હતચા. હૂંડી લઇ જનાર કઇ વ્યકિત છે તેને આધારે હૂંડી 6 પ્રકારની હતી. જે વ્યકિતના નામે હૂંડી લખવામાં આવી હોય તે જ વ્યકિતને નાણાં મળે તેવા પ્રકારની હૂંડી ‘ધણી જોગ હૂંડી’ કહેવાતી. હૂંડી લઇને જનાર કોઇ પણ વ્યકિતને ચૂકવવામાં આવતી ‘શાહ જોગ હૂંડી’ કહેવાતી. સ્થળ પરના પેઢીના મુનીમ હૂંડી લાવનાર વ્યકિત ‘શાહ’ છે કે નહિ, પ્રતિષ્ઠત કે જવાબદાર છે કે નહિ તેની ખાતરી કરીને તરત જ આ હૂંડી ચૂકવાની રહેતી

તેમાં કોઇ વ્યકિતનું નામ જણાવવામાં આવતું નહિ તેની ખાતરી કરીને તરત જ આ હૂંડી ચૂકવાની રહેતી અને તેમાં કોઇ વ્યકિતનું નામ જણાવમાં આવતું નહિ આ સાથે તેમજ હૂંડી લાવનાર વ્યકિત એ પેઝઈના મુનીમ એમ બંન્નેની સહી થયા પછી જ ચુકવાતી ‘ફરમાન જોગ હૂંડી’કહેવાતી. જે કોઇ વ્યક્તિ રજુ કરે તેને તરત જ ચુકવી જેવાતી ‘દર્શની હૂંડી’ કહેવાતી. હૂંડીમાં દર્શાવ્યા પ્રમાણેની સમય મર્યાદામાં નાણાં ચુકવી જેવાય તેવા પ્રકારની ‘મિતિ હૂંડી’ કહેવાતી અને ટૂંકા અંતર માટે જ લખવામાં આવતી ‘જોખમી હૂંડી’ પણ સુરતમાં પ્રચલિત હતી. ખરીદી માટે જનાર વેપારીઓ સૂરચતની શરાફની પેઢીએ નાણાં જમા કરાવીને હૂંડી લખાવી લેતાં અને પરત ફરતી વખતે નાણાં અને માલસામનનું જોખમ શરાફને સોંપી દેતાં અને તેના બદલામાં વળતરરૂપે શરાફ તેઓ પાસેથી ઉંચો દર વસૂલ કરતાં હતાં.
અન્ય સમાચારો પણ છે...