• Gujarati News
  • 1 Crore Land Cruiser Bad Services,Pushed The Car With The Donkey

1 કરોડની લેન્ડ ક્રુઝરના માલિકને યોગ્ય સર્વિસ ન મળતા કાર ગધેડા પાસે ખેંચાવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- 1 કરોડની લેન્ડ ક્રુઝરના માલિકને યોગ્ય સર્વિસ ન મળતા કાર ગધેડા પાસે ખેંચાવી
- સામાન્ય કામ માટે પણ ત્રણથી પાંચ દિવસ લાગતા હતા

સુરત: મોંઘીદાટ કાર ખરીદનારા ગ્રાહકોને ત્યાર બાદ સર્વિસ ન મળતી હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે. શહેરના જાણીતા નાણાવટી ટોયેટોમાંથી એક કરોડની કાર ખરીદનારા બિલ્ડરને સર્વિસ બરોબર ન મળતા આ બિલ્ડરે કંટાળીને કિંમતી કાર જાહેર માર્ગ પર ગધેડાઓ પાસે ખેંચાવી રોષ પ્રગટ કર્યો હતો. શહેરના બિલ્ડર તુષાર ઘેલાણીના જણાવ્યા અનુસાર, મેં, વર્ષ 2009માં રૂ.1 કરોડમાં આ કાર ખરીદી ત્યાર બાદ મને સર્વિસના નામે રીતસર પરેશાન કરવા સિવાય કંઇ કરવામાં આવ્યુ નથી.

આ હેવી કારમાં દર પાંચ સાત હજાર કિલો મીટર ગાડી ફરે એટલે તેના બ્રેક લાઇનર બદલવા પડે છે એ બ્રેક લાઇનર ક્યારેય હાજર સ્ટોકમાં હોતા નથી એટલે જ્યારે ગાડી સર્વિસમાં આપીએ ત્યારે સામાન મુંબઇથી મંગાવીને ત્રણ થી પાંચ દિવસે ગાડી પરત આપવામાં આવે છે. સામાન્ય ઓઇલ બદલાવીને ટ્યુનઅપ કરવાનું હોય તો પણ ગાડી ત્રણ થી પાંચ દિવસે જ આપવામાં આવે છે. આ પરેશાનીથી કંટાળીને આખરે તુષાર ઘેલાણીએ શનિવારે બપોરે ગધેડાઓ પાસે પોતાની કિંમતી કાર ખેંચાવી હતી. મોંઘી દાટ કાર ખરીદ્યા બાદ પોતાને સર્વિસ બરાબર ન મળતી હોવાનો રોષ તુષાર ઘેલાણીએ આ પ્રમાણે શહેરમાં જાહેર માર્ગ પર વ્યક્ત કર્યો હતો.

કસ્ટમરે પ્રોપર ચેનલથી ફરિયાદ કરી નથી,આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો