ઉપવાસની આકરી તપશ્ચર્યા કરનારા ૮૦૧ તપસ્વીનું સોનાની ગીનીથી બહુમાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક મહિ‌નો સુધી ઉપવાસની આકરી તપશ્ચર્યા કરનારા તપસ્વીરત્નોને સન્માનપત્રો પણ એનાયત કરાયાં શહેરના તમામ જૈનસંઘોમાં માસક્ષમણના ત્રણેય મુહૂર્તના તપસ્વીઓનું રવિવારે બહુમાન કરાયું હતું. ત્રણેય મુહૂર્તમાં તપશ્ચર્યા પૂર્ણ કરી ચૂકેલા તમામ તપસ્વીઓને સોનાની ગીની અને સન્માન પત્રો સાથે સન્માનિત કરાયાં હતાં. સુરતની ધરાને તપોભૂમિ તરીકે સ્થાપિત કરનારા તપસ્વીઓનું બહુમાન કરવા માટે જૈનસંઘોમાં અગ્રણી પરિવારો વચ્ચે હોડ લાગી હતી. હાલના ચાતુર્માસમાં મોટીસંખ્યામાં માસક્ષમણના તપસ્વીઓને લીધે સુરતને નવી ઓળખ મળી ચૂકી છે. જિનશાસનમાં સૌથી કપરા તપમાંનું એક ગણાતું મહામૃત્યુંજય તપ એટલે માસક્ષમણનું તપ પહેલીવાર શહેરમાં ૮૦૧ જેટલાં તપસ્વીઓએ પૂર્ણ કય્ર્ાંાુ છે. ત્રીજા મૂહુર્તના ૨૬૧ તપસ્વીરત્નોને શુક્રવારે પારણાં અને શનિવારે શોભાયાત્રા બાદ રવિવારે અઠવાલાઈન્સ ખાતે પાલિકાના પાર્ટીપ્લોટ ઉપર અગાઉના બે મુહૂર્ત સહિ‌તના તપસ્વીઓ સહિ‌ત તમામ તપસ્વીઓના બહુમાનનું આયોજન કરાયું છે. જેમની પ્રભાવક ધર્મવાણીથી સુરત તપોભૂમિ તરીકે ઓળખ મેળવી શક્યું તેવા ગચ્છાધિપતિ જયઘોષસૂરિ મહારાજ સહિ‌ત અન્ય વિદ્વાન સાધુ સાધ્વીઓના વિશાળ સંઘાડાની નિશ્રામાં આ બહુમાન માટેનો વિશાળ સમારોહ યોજાયો હતો. આ રીતે કરાયું બહુમાન જિનશાસનની સૌથી ઉગ્ર તપસ્યામાંની એક એટલે માસક્ષમણ. ૩૦ દિવસ સુધી માત્ર ઉકાળેલા પાણીનો સંયમિત ઉપયોગ થકી થતાં આ તપને મહામૃત્યુંજય તપ પણ કહેવાય છે. આવા આકરા તપને પૂર્ણ કરીને કર્મની ર્નિ‌જરા કરનારા તપસ્વીરત્નોના પાદપ્રક્ષાલન કરાયાં હતાં. કુમકુમથી તિલક કરીને તેમને માળા પહેરાવી તેમની અનુમોદના કરાઈ હતી. ત્યારબાદ પ્રત્યેક તપસ્વીને બે ગ્રામની સોનાની એક ગીની અને સન્માનપત્ર અપાયા હતા.