બારડોલી તા.માં સિકલ સેલના વર્ષે ૭૦૦ દર્દી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લોકજાગૃતિ: મહારાષ્ટ્ર સરકારનું ડો. જ્યોતિષ પટેલને કાઉન્સિલર ટ્રેનિંગ માટે આમંત્રણ

બારડોલીમાં ૨પ વર્ષથી કાર્યરત સિકલ સેલ સારવાર કેન્દ્રના પ્રણેતા ડો. જ્યોતિષ પટેલ જણાવે છે સમગ્ર વર્ષ દરમિયાન ૭૦૦ જેટલા સિકલસેલ ક્રાઈસીસ વાળા દર્દી‍ઓને સારવાર આપવામાં આવે છે. જેમાંથી ૯૯.પ ટકાને બચાવી લેવાયા છે. ડો. જ્યોતિષ પટેલ અને ડો. ભારતી પટેલ સિકલ સેલ ક્ષત્રે બહુમૂલ્ય પ્રદાન સમક્ષ રજૂ કરેલ છે. હાલમાં જ ડો. જ્યોતિષ પટેલને મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતાં. તા. ૨ માર્ચના રોજ સેન્ટ જ્ર્યોજ હોસ્પિટલમાં એમણે સમગ્ર મહારાષ્ટ્રના સિકલસેલ કાઉન્સેલરને ટ્રેનિંગ આપી જેનો લાભ હવે મહારાષ્ટ્રના સિકલસેલ ગ્રસ્ત સમાજને મળશે.

ગુજરાતમાં સિકલસેલ ગ્રસ્ત સમાજની સંખ્યા ૧ કરોડમાંથી ૩૦ લાખ લેખે ૩૦ લાખ લોકોમાં છે. જેમાંથી ૨૮ લાખ જેટલા સિકલસેલ ટ્રેઈટ છે અને ૨ લાખ સિકલસેલ ડીઝીઝ છે. સિકલ સેલ લોકજાગૃતિનું અભિયાન હવે આગળ ધપી રહ્યું છે. ત્યારે આ વિશેની સાચી સમજને મળે એ ખુબ જરૂરી છે. સરકારી કે અન્ય સંસ્થાઓ પણ આ પદ્ધતિથી નિદાન કરે તો વધારે ઉચિત ગણાશે. સિકલસેલ ડીઝીઝ ધરાવતી મહિ‌લાને તાલીમ પામેલ ડોક્ટરો દ્વારા સારવાર મળે તો મૃત્યુ અટકાવી શકાય એમ છે.

હાર્ટ સ્પેશ્યાલિસ્ટ, કિડની સ્પેશિયાલિસ્ટનું મહત્વ છે. એમ સિકલસેલ સ્પેશિયાલિસ્ટનું મહત્વ છે. સિકલસેલ એનિમિયાના દર્દી‍ઓ અનેક જટીલ સમસ્યાનો સામનો કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ) જણાવે છે કે વિશ્વના ૨૨૯ દેશોમાંથી ૭૦ ટકા એટલે કે ૧૬૧ દેશ હિ‌મોગ્લોબીનની ઉપણ કે ખામી ધરાવે છે.

પ્રતિવર્ષ સમગ્ર વિશ્વમાં ૩.૩૦ લાખ નવજાત હિ‌મોગ્લોબીનની ખામી ધરાવતા જન્મે છે. જેમાંથી ૮૩ ટકા સિકલસેલ ધરાવતાં અને ૧૭ ટકા થેલેસેમિયા ધરાવનારા છે. પાંચ વર્ષથી નાની વયે મૃત્યુ પામનારા બાળકોમાં સિકલ સેલ થેલેસેમિયા કારણ મહત્વનું છે. ૭ ટકા ગર્ભવતી મહિ‌લાઓમાં સિકલસેલ કે થેલેસેમિયા હોય છે.

- આજ સુધીમાં અનેક દર્દીઓએ લાભ લીધો

૨પ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા ડો. જ્યોતિષ પટેલના જણાવ્યા પ્રમાણે સતત માર્ગદર્શન થકી આ ડિઝીઝ ધરાવતાં અનેક વ્યક્તિઓ ડોક્ટર, એન્જિનિયર, ટીચર બન્યા છે. યોગ્ય સારવાર અને માર્ગદર્શનને પરિણામે સિકલસેલ ડિઝીઝ ધરાવતાં વ્યક્તિઓનું જીવન આનંદમય બન્યું છે. કેટલાય દર્દી‍ઓની ઉપર હાલ ૬૦ વર્ષ કે એથી વધારે છે. એજ બતાવે છે કે નક્કર સારવાર લઈ નોર્મલ જીવન જીવી શકાય.