તાપી જિલ્લાનું ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૭૦ ટકા પરિણામ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના વિદ્યાર્થીઓને ૮ દિવસ બાદ માર્કશીટ અપાશે

માર્ચ માસમાં લેવાયેલી ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ સોમવારે વેબસાઈટ પર મુક્યું હતું જેમાં તાપી જિલ્લાના પાંચ તાલુકામાં આવેલ ૧પ શાળામાંથી ૮૬૩ વિદ્યાર્થી‍ઓ પરીક્ષા આપી હતી. જે તમામનું પરિણામ આજે ૭૦ ટકા જાહેર થયું હતું. જોકે, વેબસાઈટ પર પરિણામ જાહેર થયા બાદ ૮ દિવસ બાદ માર્કશીટ આપવામાં આવશે.

ધોરણ ૧૨ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામો સમગ્ર રાજ્યમાં બહાર પાડયા હતાં. જે અંતર્ગત તાપી જિલ્લા ખાતે આવેલ પાંચ તાલુકા વાલોડ, વ્યારા, ઉચ્છલ, નિઝર અને સોનગઢ ખાતે કુલ ૧પ ધોરણ ૧૨ની વિજ્ઞાન પ્રવાહની શાળામાં ૮૬૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. પરિણામની રાહ જોતા વિદ્યાર્થીની આજે આતુરતાનો અંત આવ્યો હતો. તાપી જિલ્લાની કેટલીય શાળાઓના પરિણામો જાણવા મળ્યા હતાં. ઈન્ટરનેટ પરથી પરિણામ આવ્યા બાદ ૮ દિવસ બાદ વિદ્યાર્થીઓને શાળામાંથી માર્કશીટ આપવામાં આવશે.

તાપી જિલ્લાનું પરિણામ

જે. બી. એન્ડ એસ.એ - ૭૭.૦પ ટકા


શાહ ઋત્વી રાકેશભાઈ - બી-૧
પ્રજાપતિ શ્રેયાંસ અરવિંદભાઈ - બી-૧
મિસ્ત્રી અદિતી દિલીપભાઈ - બી-૧

કે. બી. પટેલ સ્કૂલ વ્યારા ૯૪.૦પ „

શાહ ઋત્વી અતુલકુમાર બી-૧
ભક્તા શિાવની મયુરભાઈ બી-૧
રાણા પાયર મુકેશભાઈ સી-૧

એમલ પી. પટેલ શાળા વ્યારા ૪૧.૭પ „

ગામીત જિગિસાબહેન ચુનીલાલ - સી-૧
ગામીત સંતોષભાઈ રાકેશભાઈ - સી-૨
પ્રજાપતિ કલ્પેશ હીંમતભાઈ - સી-૨