તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IT વાળા ઓફિસમાં બેઠાં-બેઠાં પ૦૦ કરોડ શોધી કાઢશે!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કામગિરી: અધિકારીઓની સોમવારથી સ્ક્રુટિની કેસોની ફાઇલ ખંખોળવાની કામગીરી સ્પિડ પકડશે

આવકવેરા વિભાગના અધિકારીઓએ ઓફિસમાં બેઠાં-બેઠાં જ રૂપિયા પ૦૦ કરોડ સુધીનું કાળું નાણું શોધી કાઢવાનો તખ્તો ગોઠવી નાંખ્યો છે. જેની શરૂઆત આવતા સપ્તાહથી શરૂ થનાર છે. આવકવેરા વિભાગમાં આવતા સોમવારથી સ્ક્રુટિની કેસોની ફાઇલ ખંખોળવાની કામગીરી સ્પિડ પકડશે જેમાં અધિકારીઓ વિવિધ પ્રકારના માનવીય અને ટેકનિકલ ફોલ્ટ પકડીને કરદાતાઓને વધારાનો ટેક્સ ભરવા જણાવશે.

નોંધનીય છે કે દર વર્ષે અધિકારીઓ પર હાઇપીચ એસેસમેન્ટનો આરોપ લાગતો હોય છે જેની સામે કરદાતા આઇટીએટી અને અપીલમાં જતાં હોય છે. આઇટી વિભાગમાં હવે સર્વેનુ પ્રમાણ ઘટશે. કેમકે અધિકારીઓ હવે સ્ક્રુટિની એસેસમેન્ટની હિ‌યરિંગમાં વ્યસ્ત થઈ જશે. સામાન્ય રીતે દિવાળી બાદ એસેસમેન્ટ સ્પિડ પકડતાં હોય છે. અગાઉ જ્યારે એસેસમેન્ટ પૂર્ણ કરવાની ડેડલાઈન ૩૧મી ડિસેમ્બર રહેતી હતી ત્યારે જ દિવાળી અગાઉથી જ અધિકારીઓ ઓફિસમાં ગોંધાઈ જતાં હતા, પરંતુ હવેથી આ ડેડલાઈન બદલાઈને ૩૧મી માર્ચ કરવામાં આવી છે એટલે એસેસમેન્ટની શરૂઆત પણ દિવાળી બાદ થનાર છે. અપવાદરૂપ કેટલાંક અધિકારીઓ એવા પણ છે જેમણે આ વખતે પણ એસેસમેન્ટની શરૂઆત ગણેશોત્સવ પહેલાં જ કરી દીધી હતી.

- એસેસમેન્ટમાં કેટલાં કેસ હોય

આ વખતે સ્ક્રુટિની એસેસમેન્ટમાં હજાર જેટલાં કેસ છે. માત્ર ૨૦૦૮માં સ્ક્રુટિની કેસ ૨પ હજાર સુધી પહોંચી ગયા હતા. જાણકારો કહે છે કે જ્યારે સ્ક્રુટિની સિલેકશનના ક્રાઇટેરિયા બદલાય છે ત્યારે કેસ સિલેકશનમાં ફેરફાર આવે છે. નોંધનીય છે કે કરદાતાએ ક્રેડિડકાર્ડથી રૂપિયા ૨ લાખની ઉપર ખરીદી કરી હોય, ૨પ લાખની ઉપર મિલકત ખરીદીને દસ્તાવેજ બનાવ્યા હોય, બેન્ક ટ્રાન્ઝેકશનમાં મોટા ફેરફાર હોય કે શેર અને ડિબેન્ચરની આવકના મોટા ફેરફાર હોય વગેરે જેવા ક્રાઇટેરિયાના આધારે સ્ક્રુટિની કેસ સિલેક્ટ થતાં હોય છે. અગાઉ આ કેસ સિલેકટ કરવાની કામગીરી મેન્યુઅલી જ કરવામાં આવતી હતી પરંતુ હવે આ કામગીરી કોમ્પ્યુટર દ્વારા જ થાય છે. કોમ્પ્યુટર વિવિધ રીટર્નને ચકાસીને ક્રાઇટેરિયાના આધારે કેસ સિલેક્ટ કરે છે. કેટલાંક ક્રાઇટેરિયા એવા હોય છે જે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ કયારેય ડિકલેર કરતું નથી.

- એસેસમેન્ટમાં શું ચેક થાય

એસેસમેન્ટ દરમિયાન અધિકારીઓ કરદાતા પાસે વિવિધ પ્રકારના ખુલાસા માંગે છે. રીટર્નની જે વિગતમાં અધિકારીને ડાઉટ જાય તેની ઝીવટભરી વિગતો માંગે છે. દા.ત. જે રોકાણ કે કેસ કે ચેક ચૂકવણી કે ખરીદીમાં લોચા લાગે તો તે કેસ સંબંધીત અન્ય પાર્ટીની પણ વિગતો ચેક કરાય છે. અગાઉના વર્ષોના કરદાતાના ટેક્સની પણ સરખામણી કરતાં હોય છે. ધંધાનુ વિસ્તરણ, ખોટ કે ધંધો બંધ થવા સુધીની વિગતો આવી હોય તો તેની ચકાસણી થાય છે.

- હાઇપીચની ફરિયાદ

દર વર્ષે અધિકારીઓ હાઇપીચ એટલે કે વધારે પડતી ડિમાન્ડ ઊભી કરી દેવાના કેસ કરતાં હોય છે. કરદાતાએ રીટર્નમાં દા.ત. રૂપિયા ૧૦૦ની કરચોરી કરી હોય તો અધિકારીઓ રૂપિયા ૧૦૦૦ની બતાવે. આવા કેસ છેલ્લાં આઇટીએટી અને અપીલમાં જતાં હોય છે. જ્યા કરદાતાએ ૩૦ ટકા રકમ અગાઉ ભરીને કેસ લડવાનો હોય છે. સૂત્રો કહે છે કે અધિકારીઓ એસેસમેન્ટના સહારે જે ડિમાન્ડ ઊભી કરે છે એના આધારે પણ કેટલીકવાર સારી રેન્જમાં જવાની તક મળતી હોય છે.