તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેમિડલ પોલિયેસ્ટર યાર્નમાં મહિ‌નામાં પ૦ ટકાનો ઉછાળો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક મહીના પહેલા કિલોએ રૂપિયા ૧૮પ હતા જે વધીને ૨૬૦ પહોંચી ગયા
કાપડબજારમાં અત્યારે ૩૦ સેમીડલ પોલિયેસ્ટર કોટા અને ૩૦ બ્રાઇટ સેમીડલ પોલિયેસ્ટર કોટા યાર્નની ચર્ચા છે.કારણ કે આ બનેં યાર્નમાં માત્ર એક જ મહીનાની અંદર ભાવમાં પ૦ ટકા જેટલો તોતીંગ ઉછાળો થઈ ગયો છે.આ યાર્નમાંથી બ્લેક સ્કવેરનેટ ફેબ્રિકસ બને છે જેની ભારે ડિમાન્ડ નિકળવાને કારણે આ બનેં યાર્નમાં ભારે ખરીદી નિકળી રહી છે.બધા વિવર્સ આ કવોલીટી બનાવવાની પાછળ લાગી જતા ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
કાપડબજારમાંથી જાણવા મળેલી વિગત મુજબ અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની મજબુતાઈને કારણે મોટાભાગના યાર્નના ભાવ પથી ૧૦ ટકા વધ્યા છે.પણ સેમીડલ પોલિયેસ્ટર કોટા યાર્નના ભાવમાં તો રીતસરનો ભડકો થયો છે.એક મહીના પહેલાં ૩૦ સેમીડલ પોલિયેસ્ટર યાર્ન રૂપિયા૧૮પથી વધીને૨૩પ અને બ્રાઇટનો ભાવ ૧૯પથી વધીને રૂપિયા ૨૬પ પહોંચી ગયા છે. સચીનના વિવર પ્રવિણભાઈ ટેકલિયાએ કહ્યું હતું કે,સુરતમાં વર્ષોથી ગાડરીયો પ્રવાહ ચાલે છે.૩૦ કોટા યાર્નમાં પણ એવું જ થયું છે.
કેટલાંક જેકાર્ડ પર કામ કરતા વિવર્સે બ્લેક સક્વેર નેટની આઇટમ બનાવી હતી જે કાપડબજારમાં ધૂમ ચાલતા બાકીના વિવર્સ પણ બીજી આઇટમો બનાવવાનું છોડીને નેટનું કપડું બનાવવા લાગી પડયા.સ્વાભાવિક રીતે જ આ યાર્નના પુરવઠા સામે ડિમાન્ડ અનેક ઘણી વધી જતા ભાવમાં તોતીંગ ઉછાળો આવ્યો હતો.ઉંચા ભાવ છતા પણ જોઇએ તેટલી કવોનટીટીમાં યાર્ન મળતું નથી.