મિત્રને ત્યાં સુવા ગયો ને તસ્કરોનો હાથ ફેરો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મિત્રના ઘરે ઊંઘ ૪૧ હજારની પડી
- તસ્કરોએ ઘરનું તાળું તોડી ૧૪૦૦ રોકડ અને એટીએમ કાર્ડની ચોરી કરી ૪૦,૦૦૦ રૂપિયા મશીનમાંથી ઉપાડી લીધા
પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલા ક્રિષ્ણા નગર ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં રહેતો યુવાન ગત ૩૧મી જાન્યુઆરીના રોજ રાત્રી ના સમયે ઘરના રૂમનું તાળું મારી મિત્રને ત્યા સૂતો હતો, ત્યારે કોઈ અજાણ્યા ઈસમે રૂમનું તાળું તોડી ઘરમાંથી રોકડ રૂપિયા ૧૪૦૦ તથા ધરમાંથી એટીએમની ચોરી કરી ૪૦,૦૦૦ ચોરી કરી કુલ ૪૧,૪૦૦ના મતાની ચોરી કરી ગયો હતો.
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિ‌તી અનુસારી પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલ ક્રિષ્ણા નગર ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ અને મુળ ઔરંગાબાદ, બિહાર ખાતે રહેતા ગોરખનાથ રામસુફેખ સિંગ દુર્ગા મિલમાં નોકરી કરે છે.
ગત ૩૧મી જાન્યુઆરીના રોજ સાંજના સમયે નોકરી ઉપરથી ઘરે આવી જમી પરવારી તેના પડોશમાં રહેતા રાઝલ સુનીલસિંગ અને બે સાથે ઘરનું તાળું મારી મિત્રના ઘરે સૂઈ ગયા હતા. ત્યારબાદ રાત્રે ૩ કલાકે લઘુશંકા કરવા ગોરખનાથ ઉઠયા હતા, ત્યારે તાળું ખોલી રૂમમાં જોતા ઘરમાંથી બેગ તથા સરસામાન વેર-વીખેર પડેલો હતો. તેના ઘરમાંથી રોકડા રૂપિયા ૧૪૦૦ તથા એસબીઆઈ બેંકનું એટીએમ કાર્ડ ચોરી કરી ગયા હતા. તેમજ એટીએમ કાર્ડમાંથી ૪૦,૦૦૦ રોકડા પણ કાઢી લેવાયા હતા. આમ કુલ ૪૧,૪૦૦ની મતાની ચોરી અંગે ગોરખનાથે કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.