બારડોલીમાં જિલ્લા પોલીસ વડાએ જુગાર રમતા ૪ કર્યા ઝબ્બે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીમાં જિલ્લા પોલીસ વડાએ જુગાર રમતા ૪ કર્યા ઝબ્બે બારડોલીમાં જિલ્લા પોલીસ અધિકારીએ જાતે રેડ પાડી ૩.૨૪ લાખની મતા જુગારીઓ પાસેથી જપ્ત કરી બારડોલીના રાજ માર્ગ ઉપર આવેલ જૈન મેકિલ નજીકના હરીકૃપા એપાર્ટમેન્ટમાં રવિવારના રોજ સાંજના સમયે સુરત જિલ્લા પોલિસ અધિકારી પ્રદિપ સેજુલ અને બારડોલી પોલીસે મુકેશ બૃદ્ધદેવના ઘરમાં ચેક કરી ચાર વ્યક્તિને જગ્યા પર જુગાર રમતા પકડી લઈ ૩.૨૪ની મતા કબજે લીધી હતી. રવિવારના રોજ સુરત જિલ્લા પોલીસ અધિકારી પ્રદિપ સેજુલ બારડોલીમાં દારૂ જુગારના અડ્ડા ઉપર રેડ પાડયા મેદાનમાં નીકળ્યા હતા. તેઓ પી.એસ.આઈ પટેલીયા તથા એ.એસ.આઈ કે. કે. સુરતી, હે.કો પ્રવીણભાઈ તથા અન્ય સ્ટાફના મા ણસો સાથે રાખી બારડોલી નગરના રાજ માર્ગ ઉપર આવેલ જૈન મેડિકલની નજીકના હરિકૃપા એર્પાટમેન્ટ ખાતે ફ્લેટ નં. ૩માં રહેતા મુકેશ બુદ્ધદેવના ઘરે જુગારના અડ્ડા ઉપર રેડ પાડી હતી. રેડમાં પોલીસને મુકેશના ઘરમાંથી ગંજીપા પર હાર જીતનો જુગાર રમતા ત્રણ વ્યક્તિ દિનેશ જેઠાલાલ પટેલ, ધીરુ ગોવિંદ પટેલ, (બેને રહે, બારડોલી) તેમજ સુરતના ઈન્દ્રરામ ચેપ વાંસવાની તેમજ મુકેશ રોકડા રૂપિયા સાથે ઝડપી પાડયા હતા. પોલીસે ચાર મોબાઈલ કબજે લઈ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.