તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માતે મોતને ભેટનારના વારસોને ૪.પપનું વળતર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: ટોરેન્ટ પાવર નજીક બેસેલા યુવાનને મહાનગર પાલિકાના ડમ્પરે ટક્કર મારતા તેનું મોત થયું હતું. આ યુવાનના વારસદારોએ કોર્ટમાં વળતર માટે દાવો કર્યો હતો. કોર્ટે વીમા કંપની સહિ‌ત ડમ્પર માલિકને આ પરિવારના સભ્યોને વળતર ચુકવવા માટે હુકમ કર્યો હતો.
ઉમરવાડા ટેનામેન્ટ ખાતે રહેતો મહમદ કાસીમ મુન્ના અબ્દુલ શેખ ગત તા.૨૪.૮.૨૦૦૬ના રોજ ટોરેન્ટ પાવરની ઓફિસ નજીક મોટર સાયકલ પર પોતાના મિત્રની રાહ જોતો હતો. ત્યારે ત્યાંથી પસાર થતા સુરત મહાનગર પાલિકાના ડમ્પરના ચાલક રજત રણજીત વર્માએ મહમદ શેખને ટક્કર મારી હતી.
ડમ્પર અડફેટે ગંભીર ઇજા પામેલા મહમદ કાસીમ શેખનું મોત થયું હતું. મહમદ કાસીમના મોત બાદ તેની પત્ની અલ્લારખાબાનુ સહિ‌ત તેના ત્રણ સગીર સંતાનો અને માતા-પિતાએ પાંચ લાખ વળતર માટે દાવો કર્યો હતો.