સુરતમાં દિવાળી પહેલાનાં ઉઠમણામાં ૩પ ટકા કેસમાં સમાધાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વરાછાના હીરાના એક વેપારીએ દિવાળી પર ૧૧ કરોડનું ઉઠમણું કર્યું હતું, જેનું ત્યારબાદ ૩પ ટકામાં સમાધાન થયું હતું, પણ કંપનીના ૧૪ કર્મચારીઓને હજુ સુધી ૩ લાખની રકમ નહીં મળતા ગુરુવારે સુરત ડાયમંડ એસોને ફરીયાદ કરાઈ હતી. ઉઠમણું કરનાર વેપારીની મિલ્કત વેચી દેવાઈ છે અને હજુ ૧૨૦ લેણદારોને ચુકવણું બાકી છે. વરાછારોડ પર પ્રિન્સેસ પ્લાઝામાં હીરાની ઓફિસ ધરાવતા કે.વી. વાવડીએ ગયા વર્ષે દિવાળીમાં ૧૧ કરોડનું ઉઠમણું કર્યું હતું.જેમાં ૧૨૦ લેણદારોના રૂપિયા ફસાયા હતા. આ માટે પંદરેક લોકોનું પંચ બનાવવામાં આવ્યું હતું.

- પગાર હજુ સુધી મળ્યો નથી

કે.વી. વાવડીની ઓફિસમાં ૧૪ માણસો કામ કરતા હતા.માલિક ઓફિસ બંધ કરતા ૩ લાખનો પગાર અટવાઈ ગયો હતો.
- મનીષ માંગરોલિયા, વાવડીનો સ્ટાફ

- સ્ટાફને પહેલાં રૂપિયા મળે

ઉઠમણાંના કેસમાં કારીગરો અથવા સ્ટાફના બાકી રૂપિયા પહેલાં આપવા જોઇએ. અમે પંચને પણ કહ્યું છે.
- દિનેશ નાવડીયા, પ્રમુખ, ડાયમંડ એસો.

- સ્ટાફનું ધ્યાન રાખીશું

હજુ વાવાડીની મિલ્કત વેચાઈ છે, બધી પ્રોસેસ પુરી થતા સમય લાગશે. સ્ટાફ સાથે આવી રજૂઆત કરશે તો ધ્યાન રાખીશું.
- નાગજીભાઈ વાવડી, પંચના સભ્ય