તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડોદરામાં જાહેરમાં ચેનચાળા કરતી સુરતની ત્રણ લલનાઓ ઝડપાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા ઘણા સમયથી કડોદરામાં વ્યાપક ફરિયાદ ઉઠી હતી

છેલ્લાઘણા સમયથી કડોદરા વિસ્તારમાં જાહેરમાં બીભત્સ ચેનચાળા કરી આવતાં જતા લોકોની લાગણી દુભાય તેવું વર્તન કેટલીક લલનાઓ કરી રહી હોવાની ફરિયાદ વ્યાપક પ્રમાણમાં ઉઠી હતી. આ ફરિયાદને આધારે ગતરોજ કડોદરા પોલીસે કડોદરાના અલગ અલગ વિસ્તારોમાંથી જાહેરમાં બીભત્સ ચેનચાળા કરતી ત્રણ લલનાને ઝડપી પાડી તેમના વિરુદ્ધ જીપીએક્ટ ૧૧૦ મુજબ કાર્યવાહી કરતાં ફડાટ ફેલાઈ ગયો હતો.

પલસાણા તાલુકાના કડોદરા ખાતે હાઈવે ઉપર તેમજ વિવિધ સોપિંગ સેન્ટરોની આજુબાજુમાં કેટલીક લલનાઓ જાહેરમાં ઊભી રહી બીભત્સ ચેનચાળા કરતી હોય. જેને લઈ કડોદરામાં છેડતીના બનાવો વધી ગયા હતાં. ઘણીવાર આ લલનાઓને કારણે સ્થાનિક મહિ‌લાઓ પણ હેરાન થતી હતી. વાસનાના ભૂખા વરુઓ મહિ‌લાને પણ લલના સમજી તેમની પાસે બીભત્સ માંગણી કરતા હોવાની ઘટનાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જેને પગલે ઉચ્ચ અધિકારીઓને પણ આ અંગે ફરિયાદ થઈ હતી.

જેને અનુલક્ષીને ગતરોજ કડોદરાના સ્વાગત કોમ્પલેક્સની સામે આવેલ બસસ્ટેન્ડ નજીકથી સુરતના સચીન હાઉસિંગ ર્બોડમાં રહેતી એક લલના તેમજ કડોદરા એસટી બસસ્ટેન્ડની પાસેથી વરાછાના કાપોદ્રા વિસ્તારમાં રહેતી એક લલના તેમજ બસ સ્ટેન્ડની પાછળથી ઉધનાના તિરુપતિ નગર ખાતે રહેતી એક લલનાને બીભત્સ ચેનચાળા કરતા ઝડપી પાડી તેમની સામે જીપીએક્ટ ૧૧૦ મુજબનો ગુન નોંધી કાર્યવાહી કરતાં કડોદરા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.