તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવાગામમાં શિક્ષકને લૂંટી બાઇકસવાર ત્રણ લૂંટારું છૂ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થેલીમાં મુકેલી ઘડિયાળ, અત્તર, સામગ્રી લૂંટી ફરાર થઈ ગયાં
નવાગામ ઉદ્યોગ નગર પાસે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર ૮ પર મોડી રાત્રિના વાવથી મોટરસાઈકલ પર કામરેજ ચાર રસ્તા પાસે પોતાના ઘરે આવતાં શિક્ષકને સીબીઝેડ મોટરસાઈકલ પર આવેલ ત્રણ અજાણ્યાએ ઓવરટેક કરી અટકાવ્યા હતા. ત્યારબાદ શિક્ષક પાસેથી થેલો ઝૂટવીને નાસી છૂટયા હતાં, જેમાં લૂંટ કરનાર એક ઈસમને પોલીસે પકડી પડયો હતો.
કામરેજ ગામમાં આવેલી લક્ષ્મીધારા સોસયાટીના મકાન નં સી-૬પમાં રહેતા અને સુરતના કોસાડ ખાતે આવેલ શાહ ગંગાબહેન ઉદેરામ ઉછેરલ માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે રાજેશભાઈ લક્ષ્મણભાઈ ગાયકવાડ (૩૬) ફરજ બજાવે છે. શુક્રવારે રાજેશભાઈ તથા વાવ ખાતે રહેતા સંબંધિ હિ‌માશુંભાઈ અને બે મિત્રો સાથે કામ અર્થે કારમાં મુંબઈ ગયા હતાં.
રાજેશભાઈ પોતાનું હીરોહોન્ડા સ્પ્લેન્ડર મો.સા. (જીજે-૧પ આરઆર -૧૯૮૯) વાવ ખાતે મુક્યું હતું. રાત્રિના ૧૧.૦૦ કલાક મુંબઈથી આવી રાજેશભાઈ સંબંધીને ત્યાં ચા- પાણી કરી ૧૧.૩૦ કલાકે પોતાની મો.સા. લઈને ઘરે આવવા નીકળ્યા હતાં.
નવાગામ ઉદ્યોગનગરની પાસે મુંબઈ અમદાવાદ નેશલ હાઈવે નં ૮ પર રાજેશભાઈની મોટરસાઈકલ પાછળથી સીબીઝેડ મોટરસાઈકલ પર સવાર ત્રણ ઈસમો પાછળથી આવી ઓવરટેક કરી રાજશભાઈને અટકાવીને બે અજાણ્યા ઈસમ પાસે આવીને છરા, ચપ્પુ જેવા હથિયાર બતાવી થેલામાં શું છે ? થેલો ઝુંટવી કાઢી રાજેશભાઈ પોતાના બચાવમાં પોતાની મોટરસાઈકલ અજાણ્યા ત્રણ તરફ ફેંકી જીવ બચાવ્યો હતો.
જેમાં થેલામાં મુકેલ ઘડીયા કિંમત ૬૦૦, અત્તર અન્ય સામાન મળી કુલે ૧૧૦૦ની લંટ કરી ત્રણે ઈસમ નાસી છૂટયા હતાં. રાજેશભાઈને સાધારણ ઈજા થવા પામી હતી. આ અંગે કામરેજ પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા ઈસમ વિરુદ્ધ લૂંટની ફરિયાદ આપી હતી. આ અંગે વધુ તપાસ પીએસઆઈ આર. એલ. નીનામા કરી રહ્યાં છે.
લૂંટનો એક આરોપી પકડાયો
નવાગામ ઉદ્યોગ નગર પાસે રાત્રિના ૧૧.૩૦ કલાકે સીબીઝેડ ઉપર આવેલ ત્રણ ઈસમ લૂંટ કરીને નાસી છૂટયા હતાં. લૂંટનો ભોગ બનનાર રાજેશભાઈના પત્ની ઉષાબહેન જે કામરેજ પોલીસ સ્ટેશનમાં મહિ‌લા પોકો ફરજ બજાવે છે. પોતાની સુઝબુઝને લઈને આ ઘટના જાણ તુરંત જ પત્નીને જાણ કરતા પોલીસ તુરંત જ દોડતી થઈ ગઈ હતી. જે વર્ણનના આધારે એક ઈસમને કામરેજ પોલીસે પકડી પાડયો હતો.
અન્ય બે હજી ફરાર
નવાગામ ઉદ્યોગનગર પાસે થયેલી લૂંટમાં કામરેજ પોલીસ સતીષભાઈ રાજુભાઈ સિંદે (૧૯) (કોસાડ, આવાસ)ની ધરપકડ કરી હતી. અન્ય બે ઈસમની શોધખોળ આદરી હજુ આ ત્રણેય ઈસમો કઈ કઈ જગ્યાએ લૂંટ કરી છે તે અંગે કામરેજ પોલીસ કઠોર ર્કોટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.