અડાજણમાં જૈન દેરાસર મુદ્દે ૨૬ લોકોની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શું બન્યું હતું: શુક્રવારે જૈનો અને સોસા.ના રહીશો વચ્ચે ઘર્ષણ, લાઠીચાર્જ
શું છે વિવાદ: દેરાસર પાસે પાકિગ મુદ્દે જૈનો અને સોસાયટીના રહીશો વચ્ચે વિવાદ
ઉકેલ શું: ટ્રાફિક જામ ન થાય એવું આયોજન કરવા બંને પક્ષો વચ્ચે સમજણ જરૂરી


શુક્રવારે મોડીરાત્રે રાંદેર રૂષભ ચાર રસ્તા ખાતે જૈન દેરાસર અને કલ્પના સોસાયટીનાં રહીશો વચ્ચે ફરી એકવાર બબાલ થતાં બન્ને જુથો વચ્ચે પથ્થરમારો થયો હતો. સ્થળ પર પહોચેલી પોલીસે હજારોના ટોળાંને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી ૨૬ લોકોની ધરપકડ કરી હતી. પોલીસ કાર્યવાહીના મુદ્દે શનિવારે જૈન સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. વહેલી સવારે જૈન ભગવંતો અને જૈન સમાજનાં આગેવાનોએ એક મિટીંગનું આયોજન અડાજણ ઇશીતા પાર્ક ખાતે કર્યુ હતું. બેઠકમાં અનેક જૈન આચાર્યો અને જૈન સમાજના આગેવાનો જોડાયા હતાં.

અને આ ઘટના અંગે જૈન સમાજના લોકોએ મીટીંગમાં પોલીસની કથિત દમનગીરી અને લાઠીચાર્જ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસે એકતરફી કાર્યવાહી કરી હોવાનાં આક્ષેપ સમાજના અગ્રણીઓએ કર્યા હતાં. સોમવારે પોલીસ કમિશ્નર સમક્ષ આ અંગે વિરોધ વ્યક્ત કરતું આવેદનપત્ર પાઠવવા પણ બેઠકમાં નિર્ણય લેવાયો છે.ગુજરાતના જૈન આગેવાનોને સુરત પહોચવાનાં મેસેજ થયાશુક્રવારની ઘટના બાદ સમગ્ર ગુજરાતના જૈન લોકોને સુરત આવવા માટેના મેસેજ વોટ્સએપ પર ફરતાં થઇ ગયા હતાં. ખાસ જૈન લોકોનાં પવિત્ર યાત્રાધામ પાલીતાણા ખાતે ફરતાં થયેલા આ મેસેજથી ત્યાં પણ ભારે ચર્ચા થવા પામી હતી.

સમગ્ર વિવાદમાં ભૂમિકા ભજવનાર આ છે મુખ્ય પાત્રો
નિરવ શાહ, જૈન સમાજના અગ્રણી

નિરવ શાહ ભાજપના ર્કોપોરેટર છે અને સાથે જૈન સમાજના અગ્રણી પણ તેઓ સોસાયટી અને જૈન ઉપાશ્રય વિશે વિવાદ અથવા બબાલ ઉભી થઇ છે ત્યારે તેઓ વચ્ચે પડયા છે. જ્યારે ગતરોજ પણ રાત્રી દરમિયાન તેઓ ગેટ ખોલાવવા માટે ગયા હતા ત્યારે તેઓએ જ સુકાન સભાળ્યું હતું.

વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો....