૨૩ વર્ષીય અપરિણીત યુવાતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા નગર કાતે આવેલ સર્વોદય એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતી ૨૩ વર્ષીય અપરિણીત યુવતીએ અગમ્ય કારણસર ઘરમાં પંખાની હુક સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધુ હતું. ઘટના અંગે નગરજનોને જાણથતાં ઘટના સ્થળે આવ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરતાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ વ્યારા નગર ખાતે આવેલ શિવમ નગરમાં સર્વોદય એપાર્ટમેન્ટમાં મછેન્દરભાઈ નામદેવભાઈ વાડીલે પોતાના પરિવારમાંપત્ની, પુત્ર અને પુત્રી સાથે રહી ગુજારતાં હતાં. સાથે બહાર હતાં ત્યારે તેમની ૨૩ વર્ષીય પુત્રી ઉર્વશી દ્વારા કોઈ અગમ્ય કારણસર પંખાની હુક પર ઓઢણી નાંખી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધુ હતું.
બપોરે ૨.૩૦ કલાકે ઘરે આવેલ પરિવારજનો દ્વારા પુત્રીની લટકતી લાશ જોઈ અવાક બની ગયા હતાં. અને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. વ્યારા પીઆઈ દોડીયા તથા સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશની પંચનામુંકરી પીએમ માટે તજવીજ હાથ ધરી હતી. મરનાર યુવતી દ્વારા ટીવાયબીએ સુધી અભ્યાસ કર્યો હતો અને ત્રણ માસ અગાઉ તેમની સુરત કો સગાઈ થઈ હતી. થોડા મહિ‌ના બાદ તેમના લગ્ન થવાના હતાં. યુવતીના એકાએક આત્મહત્યાના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી.