• Gujarati News
  • 2200 Medicle Shop Closed Today, Patient Will Be Face Trouble

આજે દવાની 2200 દુકાનો બંધ રહેશે, દર્દીઓએ ભટકવું પડશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મેન્યુફેક્ચરરની નફાખોરી રોકવાને બદલે સ્ટોરધારકોનો નફો ૪ ટકા ઘટાડાતાં વિરોધ

કેન્દ્ર સરકારની અણઘડ નીતિઓ સામે વિરોધ નોંધાવવા શહેરના ૨૨૦૦ અને જિલ્લાનાં ૩પ૦૦ મેડિકલ સ્ર્ટોસ શુક્રવારે બંધ રહેશે. ગુજરાતનાં કુલ ૮૦,૦૦૦ કરતાં વધારે સ્ર્ટોસસંચાલકો જડબેસલાક બંધ પાળશે. લોકોને તકલીફ ન પડે તે માટે ૨૪ કલાકના પરવાના ધરાવતા શહેરના કુલ ૧૪ સ્ર્ટોસ ખુલ્લા રખાશે.

મેડિકલ સ્ર્ટોસ એસોસિયેશનને ડ્રગ્ઝ એન્ડ ફૂડ કંટ્રોલે એક યાદી સુપરત કરી છે. મલ્ટિનેશનલ કંપનીઓના ઇશારે કેન્દ્ર સરકારની હેલ્થ મિનિસ્ટ્રીના તાબામાં આવતા ડિપા. ઓફ ફાર્માસ્યુટિકલ્સની મનસ્વી નીતિઓ સામે દેશભરના કેમિસ્ટો વિરોધ વ્યકત કરી રહ્યા છે. આ બાબતે સુરત મેડિકલ સ્ર્ટોસ એસોસિયેશનના પ્રમુખ પ્રવીણ વેકરિયાએ જણાવ્યું કે ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ સમક્ષ અમે કેટલીક મહત્વપૂર્ણ માગણી કરી છે, જે ન સંતોષાતા દેશભરના મેડિકલ સ્ર્ટોસધારકો વિરોધ નોંધાવવા માટે હડતાળ પર ઉતરશે.

આજે આ સ્ર્ટોસ ખુલ્લા રહેશે

એપોલો હોસ્પિટલ જેવા ર્કોપોરેટ ગ્રુપ સાથે સંકળાયેલા મેડિકલ સ્ર્ટોસ ખુલ્લા રહેશે, જ્યારે હોસ્પિટલને સંલગ્ન મેડિકલ સ્ર્ટોસ પરથી પણ દવા મેળવી શકાશે, જેથી દર્દીઓને હાલાકી ભોગવવી ન પડે.
રિંગ રોડ , એપલ હોસ્પિટલ ખાતે આવેલી એપલ ફાર્મસી હેલ્થ સર્વિ‌સ અશકતાશ્રમ હોસ્પિટલમાં આવેલો આશારામ મેડિકલ સ્ર્ટોસ ભારતી મૈયા ચેરિટેબલ ટ્રસ્ટ, બમરોલી રોડ, સારોલી આશુતોષ હોસ્પિટલમાં આવેલી આશુતોષ ફાર્મસી, સલાબતપુરા ઇ.એમ. ચેરિટેબલ ટ્રસ્ટ, વરાછા નિર્મલ ચોરડિયા હોસ્પિટલમાં આવેલો નિર્મલ મેડિકલ સ્ર્ટોસ અડાજણની બાપ્સ હોસ્પિટલનો મેડિકલ સ્ટોર એસીએમઇ પ્લાઝાના ગ્રાઉન્ડ ફલોર પર આવેલી ઇનિક ફાર્મસી, મજૂરાગેટ વોકહાર્ટ હોસ્પિટલ, અઠવાલાઇન્સ શંખેશ્વર કોમ્પેલક્સસ્થિત ગિરીશ મેડિકો પ્રા. લિ., મજૂરાગેટ, કાદરશાની નાળ બારડોલી ખાતે આવેલી આરાધના હોસ્પિટલનો સ્ટોર કામરેજના ખોલવડના સુરત દિનબંધુ ચેરિટેબલ ટ્રસ્ટનો સાઇ મેડિકલ સ્ટોર.

હજારો દર્દીઓએ આજે હાલાકી ભોગવવી પડશે

શહેરમાં મેડિકલ સ્ર્ટોસ એસોસિયેશન આજે જડબેસલાક હડતાળ પાડવાનો દાવો કરી રહ્યું છે ત્યારે શહેરમાં ચાલુ રહેનાર આંગળીના વેઢે ગણાય તેટલા મેડિકલ સ્ર્ટોસ પર લાંબી કતારો લાગશે તે નિશ્વિત મનાઇ રહ્યું છે. સરવાળે ગંભીર કેસના દર્દીઓ અને તેમના સગાએ આજે કતારમાં ઊભા રહેવાની તૈયારી રાખવી પડશે.