• Gujarati News
  • 20,000 People Every Month Problem For HSRP Number Plates

HSRP નંબર પ્લેટ માટે દર મહિ‌ને ૨૦,૦૦૦ લોકોને ધક્કા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરટીઓ અને ઓટો ડિલરો વચ્ચે સંકલનના અભાવ લોકો હેરાન

સુરત આરટીઓ કચેરીમાં કમ્પ્યુટરાઇઝડ સીસ્ટમ લાગ્યા પછી લોકોની હાલાકી ઘટવાને બદલે વધી ગઇ છે. હાલ હાઇ સિકયુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ મેળવતા લોકોએ મહિ‌ના સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. નંબરપ્લેટ ન હોવાથી લોકો પોલીસના હાથે દંડાઇ રહ્યાં છે તો નંબરપ્લેટ મેળવવા ટાઉટોને હાથે લૂંટાઇ રહ્યાં છે. સુરત આરટીઓ અને ઓટો ડીલરો વચ્ચેના સંકલનનો અભાવે લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે. લોકોની હાલાકી વચ્ચે એચએસઆરપી કોન્ટ્રાકટરોના કાન કોઈ આમળી રહ્યું નથી.

૪૦ હજાર વાહનો ખરીદાય છે
એક અંદાજ પ્રમાણે દર મહિ‌ને ૩પ,૦૦૦ જેટલા ટુ-વ્હીલ અને પાંચ હજાર જેટલા ફોર વ્હીલર્સના રજિસ્ટ્રેશનની અરજી આવે છે. આ પૈકી પચાસ ટકા લોકોને એચએસઆરપી નંબર પ્લેટ મેળવવા આરટીઓના ધક્કા ખાવા પડે છે.

નંબર પ્લેટમાં મોડું થતા પોલીસ દંડ ફટકારે છે
નંબર પ્લેટની સિસ્ટમ ક્યાં થાય છે ફેલ


સ્ટેપ ૧ : હાઇસીકયુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ માટે નંબર નકકી થયા બાદ ચાર દિવસમાં એચએસઆરપી વિભાગે જે તે વાહન ચાલકને એસએમએસથી નંબર પ્લેટ નાંખવા જાણ કરવાની હોય છે.
ફેઇલ કેમ : વાસ્તવમાં ગ્રાહકને તેના ટુ- વ્હીલર કે ફોર વ્હીલરનો નંબર ફાળવાઇ જાય છે, પરંતુ આ નંબર ગ્રાહક સુધી પહોંચતા એકાદ બે બે મહિ‌ના પણ લાગી જાય છે.
સ્ટેપ ૨ : વાહનમાલિકોને એચએસઆરપીએ કયા સમયે અને કયારે પાલ આરટીઓ કચેરી આવવું તે એસએમએસથી જણાવવાનું હોય છે.
ફેઇલ કેમ : વાસ્તવમાં ૮૦ ટકા ગ્રાહકોને એસએમએસ પહોચી જ રહ્યા નથી, ગ્રાહકોએ નાછૂટકે ટાઉટોને પકડવા પડે છે અથવા તો જાતે આરટીઓના ચક્કર કાપવાની તૈયારી રાખવી પડે છે.
સ્ટેપ ૩: એક વખત ગ્રાહકનો નંબર સિલેક્ટ થયા બાદ તેને ચોવીસ કલાકમાં આરસી બુકના ડેટા પર ચડાવી દેવાનો હોય છે.
ફેઇલ કેમ : હેડ કલાક-ઇન્સ્પેકટર, સહાયક આરટીઓ અને આરટીઓ વચ્ચે ફાઇલો અટવાઇ રહી છે. ચોવીસ કલાકને બદલે અઠવાડિયું પણ આરસી બુક આવતા નીકળી જાય છે.
સ્ટેપ ૪ : ગ્રાહકોને સમય ફાળવ્યા બાદ એક કલાકમાં કામ થવુ જરૂરી
ફેઇલ કેમ : ગ્રાહકોએ કલાકો સુધી ભર તડકે ઊભા રહેવું પડે છે. નંબર પ્લેટ બનાવવામાં ચારથી છ કલાક સહેજે વેડફાય છે.

પરેશાન લોકો, વધતી ફરિયાદો
અમારે ટૂર કેન્સલ કરવી પડી

મહિ‌ના પહેલા હોન્ડા સિટી લીધી પરંતુ અમને નંબર પ્લેટ મેળવવા કચેરીના ધક્કા ખાવા પડયા, ત્યારબાદ અમને એચએસઆરપી નંબર પ્લેટ મળી, અમે રાજ્ય બહાર ટૂર પર નવી કારમાં જવા માંગતા હતા, તેમાં નંબર ન મળવાને કારણે જઇ ન શક્યા. ચારુ વ્યાસ, વાહનચાલક

કેટલાય દિવસોથી ધક્કા
અમને દિવસો સુધી નંબર પ્લેટ મળી રહી નથી. અમે હાલમાં ચક્કર કાપી રહ્યા છે. આખરે અમારે ટાઉટોનો સંપર્ક કરવો પડયો છે. - પિનાકિન કંથારિયા, વાહનચાલક