કુડસદ ગામે ૨ લાખની ચોરી કરી નોકર ભાગી છૂટયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કુડસદ ગામે ૨ લાખની ચોરી કરી નોકર ભાગી છૂટયો

ઓલપાડ તાલુકાના કુડસદ ગામે એજન્સીમાં કામ કરતો નોકર બાર દિવસ પહેલા માલિકની દુકાનમાં મુકેલ રોકડા બે લાખની ચોરી કરી ગયો હતો. જે અંગે પોલીસમાં ચોરીનો ગુનો નોંધાયો હતો. કીમ અંબાજી મંદિર પાસે રહેતા જશવંતભાઈ સાકરલાલ પટેલની કુડસદ ગામે ડીપસન પ્લોટ નં ૩૦એમાં દુકાન આવેલ છે. જ્યાં પાન મસાલા જેવા સામાન રાખે છે. આ સમાન અન્ય દુકાન પર આપવામાં આવે છે.

તેમને ત્યાં બે વર્ષથી કામ કરતો અને દુકાનની ઉપર રહેતો નીતીશ ચંતુભાઈ ચૌધરી (રહે. ઓગણીસા, માંગરોળ) ૨૮મી ફેબ્રુઆરીના રોજ આવેલ દુકાનનો માલિનું કલેકશન કરી રોકડા રૂપિયા ૨.૬૯ લાખ લાવી માલિક જશવંતભાઈને આપ્યા હતાં. આ રૂપિયા માલિકે દુકાનના ટેબલના ખાનામાં મુક્યા હતાં. જશવંતભાઈએ રૂપિયા મુકતા નીતીશ ચૌધરી જોઈ ગયો હતો.

ત્યારબાદ માલિક ઘરે નીકળી ગયા હતાં. બીજા દિવસે સવારે દુકાન ખોલી અંદર જોતા માત્ર ૬૯ હજાર રૂપિયા હતાં ૨ લાખ ગાયબ હતાં. જ્યારે નીતિશ ચૌધરી પણ જોવા મળ્યો ન હતો. મોબાઈલ ફોન પર સંપર્ક કરતાં તેનો સંપર્ક થઈ શક્યો ન હતો. અંતે વોટ્સએપ પર પૂછતાં બે લાખ લીધા હોવાનું કબૂલ્યું હતું અને પરત આપવા માટે જણાવ્યું હતું. પરંતુ પરત આપ્યા ન હતાં. જેથી દુકાનના માલિક જશવંત પટેલે ઓલપાડ પોલીસમાં નીતીશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.