આમ આદમીની માનવતાઃ ૨ કિડની, ૨ આંખોથી ૪ વ્યક્તિને નવજીવન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મૃત્યુ બાદ પણ અલ્કેશ હરિવદન બરફીવાલાના જીવંત રહેશે. તેમના અંગો દેશના ચાર અલગ અલગ ખૂણે રહેતા લોકોના શરીરમાં જીવંત છે. અકસ્માત બાદ બ્રેઇડ ડેડ જાહેર થયેલા અલ્કેશભાઈના પરિવારે હિ‌મ્મતભેર ઓર્ગન ડોનેશનનો નિર્ણય લીધો જેના કારણે એક મહિ‌લા સહિ‌ત ૪ વ્યક્તિને અંગોનું દાન તો મળ્યું જ ભવિષ્યમાં કિડની તથા તબીબ વિદ્યાર્થીઓને પણ તેમના અંગો કામ આવ્યા હતા.

એમ્બ્રોઇડરીના વ્યવસાયી અને પાલનપુર ગામમાં સાંઈર્તીથ એપાર્ટમેન્ટ સી/૧ના પ૦૧માં રહેતા ૪પ વર્ષીય અલ્કેશભાઈ હરિવદન બરફીવાલા ૧૭મીની રાત્રે પાલનપુર ગામ જઈ રહ્યા હતા ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો. માથામાં ગંભીર ઇજા થતાં તેમને બાપ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમને બ્રેઇન ડેડ જાહેર કરાયા. તેમના પત્ની કરિશ્માબેન પર દુ:ખનો આભ તૂટી પડ્યો તેમ છતાં તેમણે હિંમત રાખી અને પતિના અંગોનું દાન કરવા મંજૂરી આપી.

તેમણે ઇન્ડિયન રીનલ ફાઉન્ડેશનના નીલેશ માંડલેવાલાનો સંપર્ક કર્યો અને પછી બે કિડની, એક લીવર, સાદુપીંડ અને બે આંખોનું દાન કર્યું હતું. કિડની અને આંખો ચાર વ્યક્તિઓમાં ટ્રાન્સ્પ્લાન્ટ કરાઈ હતી, જ્યારે સાદુપીંડ અને લીવર મેડિકલ પ્રેક્ટિસ માટે અપાયા હતા.

- અંગોનું દાન આવી રીતે અપાયું

અંગદાન માટે સંમતિ મળતાં જ આઈઆરએફના તબીબોએ દ્વારા અલ્કેશભાઈની બે કિડની, લીવર, સાદુપીંડ અને બે આંખોનું દાન સ્વીકાર્યું હતું. જેમાંથી એક કિડની મુંબઈમાં રહેતા પ૦ વર્ષીય અમીતાબેન નાડકર્ણીને તથા મધ્યપ્રદેશમાં રહેતા ૩૦ વર્ષીય અબ્દુલભાઈ મલીકને ડોનેટ કરવામાં આવી હતી. અમદાવાદ ખાતે ઇન્સ્ટિ‌ટયૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ડો. પ્રાજંલ મોદી તથા ડો. જમાલની ટીમે કર્યું હતું. બંને આખોનું દાન લોકદૃષ્ટિ ચક્ષુબેંનાા પ્રફુલ્લ શિરાયાએ સ્વીકાર્યું હતું, જે આંખો બે અલગ અલગ વ્યક્તિને આપવામાં આવી હતી. જ્યારે સાદુ પીંડ અને લીવર એ મેડિકલ રિસર્ચ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

- દિવ્ય ભાસ્કર વાંચીને ઓર્ગન ડોનેશન માટે મળી પ્રેરણા

અલ્કેશભાઈને અકસ્માત નડયો તે બે દિવસ બાદ કરિશ્માબેને હોસ્પિટલમાં દિવ્ય ભાસ્કર વાંચ્યુ હતું. જેમાં નવસારીના બિપિનભાઈ નાયકે કરેલા ઓર્ગન ડોનેશનના સમાચાર વાંચ્યા અને જોયું કે બિપિનભાઈના અંગોથી બે વ્યક્તિને નવું જીવન મળ્યું છે. જેના બીજા દિવસે જ અલ્કેશભાઈને બ્રેઇન ડેડ જાહેર કરાતાં બરફીવાલા પરિવારે નીલેશ માંડલેવાલાનો સંપર્ક કર્યો અને અલ્કેશભાઈના અંગો દાન કરવા માટે વાત કરી હતી. આમ બીપીનભાઈ નાયક અને અલ્કેશભાઈ બરફીવાલાના અંગો હવે જરૂરિયાતમંદ વ્યક્તિને નવજીવન પ્રદાન કરશે. સાથે સમાજને અંગદાનની પ્રેરણા પણ પૂરી પાડશે.

- અંગદાન માટે અહીં સંપર્ક કરો

- ૯૮૨પ૬ ૦૯૯૨૨: નીલેશ માંડલેવાલા, એડવાઇઝરી બોર્ડ મેમ્બર, ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન