3 કારમાથી 2.40 લાખનો દારૂ ઝબ્બે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહુવા તાલુકાનાં સેવાસણ ગામમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારુનો જથ્થા સાથે કાર પ્રવેશવાની હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પીએસઆઇ તેમજ સ્ટાફ રવિવારે સવારે ખાડી નજીક વોચ ગોઠવી હતી, આ સમય દરમિયાન ત્રણ લકઝરીય કાર આવતાં અટકાવી તપાસ કરતાં અંદરથી વગરપાસ પરમીટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અંદાજીત ૨.૪૦ લાખનો દારૂના જથ્થાનો પોલીસે કબ્જે કરી એકની અટક કરી હતી. જયારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા.

પોલીસ પાસેથી મળતી માહિ‌તી અનુસાર મહુવા પોલીસને મળેલ બાતમી આધારે પીએસઆઇ આર.એલ.પારઘી તેમજ સ્ટાફ રવિવારે સેવાસણ ગામની સીમમાં વહેલી સવારથી વોચ ગોઠવી હતી. સવારે ૧૦:૦૦ વાગ્યે ધુમાસી ખાડી નજીક ઊભા હતા ત્યાંરે બાતમી મુજબ કાર આવતા અટકાવી હતી, ત્યારબાદ બીજી બે કાર પણ આવતા પોલીસને જોતા કાર થોભાવી બંને ચાલક ભાગી છૂટયાં હતા.

ત્રણે કારમાં તપાસ કરતા અંદરથી પરપ્રાંતિય બનાવટની વ્હીસ્કી અને બીયરની કુલ ૨૩૩૭ બોટલ વગર પાસપરમીટની મળી આવી હતી. જેની અંદાજિત કિમત રૂપિયા ૨,૪૦,૯૦૦નો જથ્થો મળી આવ્યો હતો. કારમાંથી બારડોલીનો લીસ્ટેડ બુટલેગર પીન્ટુ પરષોત્તમભાઇ પટેલ(રહે,હિ‌દાયત નગર,બારડોલી)ને રંગેહાથ ઝડપી પાડયો હતો. મોબાઇલ, કાર અને દારૂ મળી કુલ ૧૨,૧૯,૯૦૦ નો મુદ્ામાલ પોલીસે કબ્જે લીધો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય બુટલેગરોમાં બારડોલીનાં રામજી મંદિર નજીક રહેતા મનીષ રાઠોડ, જીતુ ઉર્ફે બાદશાહ રાઠોડ તેમજ દમણથી દારૂ મોકલનારા મોહન છનાભાઇ પટેલને વોન્ટેડ જાહેર કર્યા હતા.મહુવા પોલીસે ચાર ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.