આગ પર કાબૂ મેળવતા ૧૯ કલાક થયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શુક્રવારે મળસ્કે પ વાગ્યે સુધી સતત કુલિંગ ચાલ્યું, ૧૦ થી ૧૧ લાખ લીટર પાણીનો વપરાશ

પુણા-કુંભારિયાની ઓર્ચિ‌ડ ટાવરની આગ પર કાબૂ મેળવવા ફાયરબ્રિગેડની ટીમ સતત ૧૯ કલાક કામ કર્યુ હતું. શુક્રવારે મળસ્કે પ કલાકે સંપૂર્ણપણે કાબૂ મેળવી શક્ાયો હતો. રાત્રે પણ કૂલીંગ પ્રક્રિયા ચાલૂ રહેતા આગ પર કાબૂ મેળવવા માટે ૧૦.૮૦ લાખ લીટર પાણીનો વપરાશ થયો હતો. પુણા-કુંભારિયા રોડ પર ઓર્કિડ ટાવરમાં ગુરુવારે સવારે ૯.૪પ કલાકે આગ લાગી હતી. આગને પગલે પાલિકાના ફાયરબ્રિગેડ ઉપરાંત હજીરાના ઉદ્યોગોના ફાયરબ્રિગેડની મદદ મેળવવામાં આવી હતી. ભારે હીટ અને પવનને પગલે રાત્રી દરમિયાન આગના છમકલાઓ રાત્રે પણ ચાલતા રહ્યાં. ફાયરબ્રિગેડે રાત્રે પણ પાણીનો મારો ચાલૂ રાખ્યો હતો અને આખરે શુક્રવારે મળસ્કે પ કલાકે સંપૂર્ણપણે કાબૂ મેળવી શકાયો હતો.

૪ વોટરબાઉઝર સ્ટેન્ડ બાય, ૧૦.૮૦ લાખ લીટર પાણીનો વપરાશ
૧૯ કલાક આગ પર સૂંપૂર્ણપણે કાબૂ મેળવતા થયા હતા. ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પંકજ પટેલના જણાવ્યા મુજબ 'મળસ્કે કાબૂ મેળવી શક્યા હતાં. જોકે, સ્ટ્રકચરમાં હીટ વધુ હોય ચાર વોટરબાઉઝર અને એક હાઇડ્રોલિક પ્લેટફોર્મને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. શનિવારે આગના કારણ અંગે અંદર જઈ તપાસ હાથ ધરાશે. આગ પર કાબૂ મેળવવામાં ૧૦.૮૦ લાખ લીટર પાણીનો વપરાશ થયો હતો.’
વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો....