૧૭વાર રાષ્ટ્રીય કક્ષાએ રમેલ કુસ્તીબાજે ચલાવવી પડે છે રિક્ષા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુસ્તીમાં પોતાના બળે ૧૭ વાર રાષ્ટ્રકક્ષાએ રમી ચૂકેલા, ઉપરાંત ૨૫ વાર સ્ટેટ ચેમ્પિયન રહેલા અને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ગોલ્ડ મેડલિસ્ટ એવા નાનપુરાના પરેશ કહાર વિશે વધું જણાવવાની જરૂર રહેતી નથી. આ કુસ્તીબાજને રમત-ગમત સાથે સંકળાયેલા તમામ લોકો ઓળખે છે. પરંતુ કરમકહાણી તો જુઓ! આ રમતવીર પણ આજે રિક્ષા ફેરવીને પોતાનું ગુજરાન ચલાવે છે. અત્યંત પ્રતિભાશાળી એવા પરેશનું કહેવું છે કે ‘ગુજરાતમાં ખેલાડીઓ અટવાય છે. રમતા હોય ત્યારે બહારનાં રાજ્યો દાદાગીરી કરીને ગુજરાતના કોચ અને ખેલાડીઓ પર પ્રભુત્વ જમાવવાની કોશિશ કરે છે અને નોકરીની વાત આવે ત્યારે લાગવગશાહી કામ કરી જાય છે. રમતવીરોનું તો જાણે કોઈ બેલી જ નથી.’