તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતની એન્ડ્રુઝ લાઇબ્રેરી પહેલી જુલાઇએ ૧૬૨ વર્ષની થઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એન્ડ્રુઝ લાઇબ્રેરી ૧૬૨ વર્ષની થઇ ત્યારે લાઇબ્રેરીમાં આવેલો નગીનચંદ ટાઉન હોલ રિનોવેટ કરવામાં આવી રહ્યો છે
સુરતની એન્ડ્રુઝ લાઇબ્રેરી પહેલી જુલાઇએ ૧૬૨ વર્ષની થઇ ત્યારે મજાની વાત એ છે કે સુરતનો ઇતિહાસ સાચવીને બેઠેલી આ લાઇબ્રેરી રિનોવેટ થઇ રહી છે. એમાં આવેલા નગીનચંદ ટાઉન હોલના રિનોવેશનની સાથે એમાં એક રિડીંગરૂમ પણ બનાવવામાં આવી રહ્યો છે.
૨૦૦૬ના પૂરમાં લાઇબ્રેરીમાંથી ૨પ,૦૦૦ જેટલા ઐતિહાસિક પુસ્તકો નાશ પામ્યા પછી હજી આજે પણ લાઇબ્રેરીમાં ૧૮,૦૦૦ જેટલા પુસ્તકો છે. સુરતની સૌથી જૂની લાયબ્રેરી એન્ડ્રુઝ લાયબ્રેરીની ૧ જુલાઈના રોજ ૧૬ર વર્ષની થઈ હતી. આ લાયબ્રેરીનું સુરતમાં એક સ્થાપત્યા કરતા પણ જ્ઞાનની દૃષ્ટિએ અને શિક્ષણની દષ્ટિએ ઘણી મહત્ત્વની છે.
૧૬૨ વર્ષ જુની આ લાયબ્રેરીમાં હાલમાંપણ ૧૮૦૦૦ જેટલા પુસ્કોનું કલેક્શન છે અને આ લાઇબ્રેરીમાંથી બાળકોને ભણવા માટે ધોરણ ૧૦થી ૧૨ અને એન્જિનિયરિંગ પુસ્તકો ફ્રીમાં વિદ્યાર્થીઓને યુઝ કરવા માટે આપે છે. આ વીકએન્ડમાં લાઇબ્રેરીની એજીએમ થશે અને એમાં એવા સ્ટુડન્ટ્સનું સન્માન કરવામાં આવશે જે આ લાઇબ્રેરીના પુસ્તકોનો ઉપયોગ કરીને સારામાં સારી જગ્યાએ પ્લેસમેન્ટ મેળવ્યું છે.
આગળ વાંચો, એન્ડ્રુઝમાં ભજવાયું હતું સુરતનું પહેલું નાટક