ક્યાંક શેલમાંથી તો અન્યત્ર નીકળે છે વરવધૂ બલૂનમાંથી!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વર કન્યા સાવધાન: લગ્નસ્થળ પર એન્ટ્રીના જ ૧પ લાખ!
- સુરતીઓ વરવધૂની એન્ટ્રી પાછળ જ લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે. હમણાં જ એક મેરેજમાં વરરાજાની એન્ટ્રી માટે ચોપર હાયર કરાયું હતું, આ સિવાય હાઇડ્રોલિક સ્પેસ શટલ અને ડાયમંડમાં એન્ટ્રી થાય છે
લગ્નમાં ભવ્ય સેટ હોય, થિમ બેઝ્ડ ડેકોરેશન હોય અને પચાસેક લાખનું બજેટ હોય. આ વાત હવે નવી નથી રહી. પણ તમને જાણીને નવાઈ લાગશે કે લગ્નસ્થળ પર વરવધૂની એન્ટ્રી માટે જ પંદર લાખનું બજેટ ફાળવવામાં આવે છે. સુરતના વેડિંગ પ્લાનર્સ હવે મેરેજ થિમની સાથે સાથે વરવધૂની શાનદાર એન્ટ્રી માટે પણ તૈયારીઓ કરી રહ્યાં છે. સુરતમાં હમણાં જ એક વેડિંગમાં ચોપર હાયર કરાયું હતું. જેમાં વરરાજાની એન્ટ્રી થઈ હતી.
એરપોર્ટથી સરસાણાનાં વેન્યૂ સુધી વરરાજાને દોઢ મિનિટ જેટલો સમય હવામાં ઉડાડવાનો ખર્ચ ૧૩ લાખ થયો હતો. હમણાં સિટીમાં એક મેરેજ હતાં, એકવા થિમ પર. આખું સ્ટેજ મોતી આકારનું હતું. મોતી વચ્ચેથી ખૂલી જાય અને એમાંથી વરવધૂ પ્રગટ થાય. એ પછી આ સ્ટેજ હવામાં વીસથી ત્રીસ ફૂટ ઉપર જાય છે અને ઊંચાઈ પર ગયા પછી વરવધૂ એકમેકને વરમાળા પહેરાવે છે.
આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...