તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોડેલી પાસેથી ભીની અને ઓવર લોડ રેતીની ૧૪ ટ્રકો ઝડપાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બોડેલી-જબુગામ-પાવીજેતપુર પથકમાં રેતી માફિયાઓ દ્વારા બેફામ ખનીજ ચોરી
બોડેલી, જબુગામ, પાવીજેતપુર પંથકમાં ઓવરલોડ રેતી ભરીને દોડતી ટ્રકો સામે જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ બોડેલી પોલીસે ભીની અને ઓવર લોડ રેતીની ૧૪ ટ્રકો ડિટેઇન કરતાં લીઝ સંચાલકો અને ટ્રક વાળાઓમાં દિવાળી ટાંણે ફફડાટ વ્યાપ્યો હતો. ઉલ્લેખનિય છેકે, ઓવરલોડ રેતી ભરીને જતી ટ્રકના કારણે ગામડાંઓના અનેક રસ્તાઓ ભંગાર બનતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે.
સુરત તરફ ઓવરલોડ રેતીની ટ્રકો રાત દિવસ દોડી રહી છે. તેની સામે તંત્રની કામગીરી અદશ્ય દેખાતા પ્રજામાં રાજ્ય સરકારના વહીવટીતંત્ર સામે અનેક સવાલો ખડા થયા છે. આવી ટ્રકો ખુલ્લેઆમ ચાલવા પાછળ લીઝો અને ટ્રકોના સંચાલકો જાણે અધિકારીઓને ખિસ્સામાં લઇને ફરતો હોય તેમ વર્તી રહ્યા છે. તેવામાં ટ્રકોને લીધે માર્ગોની ખાના ખરાબી થવા સાથે અકસ્માતોનું પ્રમાણ પણ ખુબ વધ્યું છે. જેમાં અહેવાલોના પ્રત્યાઘાત રૂપે જિલ્લા કલેક્ટરના કડક આદેશને લઇને મામલતદાર અને પોલીસને ટ્રકો સામે લાલ આંખ કરવાની ફરજ પડી હતી.
બોડેલી પાસેથી ભીની અને ઓવરલોડ રેતીની ૧૪ ટ્રકો પકડી પાડીને બોડેલી માર્કેટ યાર્ડમાં મુકી દેવાઇ હતી. રેતીની ટ્રકો સામે થતી કાર્યવાહીથી માર્ગો પરથી રેતીની ટ્રકો અદૃશ્ય થઇ હતી. હવે જોવાનું એ રહે છે કે આ સપાટો દિવાળીમાં એક દિવસ પુરતો હતો કે આ સપાટો પ્રજાની સુરક્ષા ખાતર કાયમી ધોરણે ચાલશે. ઉલ્લેખનિય છે કે, અગાઉ અનેક વખત બોડેલી અને પાવીજેતપુર પંથકમાં ઓવરલોડ રેતી ભરેલી ટ્રકના પગલે લોકોમાં જનાક્રોશ ફાટી નીકળ્યો હતો. જેના પગલે લોકોએ જાતે કાયદો હાથમાં લઇને અવાર નવાર ટ્રકો પકડીને પોલીસને હવાલે કરી હોવાની ઘટનાઓ બની હતી.
જોકે આ છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતાં અનેક શંકાઓ પ્રર્વતતી હતી. દરમિયાન બોડેલીમાં મામલતદાર દ્વારા કાર્યવાહી કરતાં ૧૪ ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો હાથ લાગી હતી. જેના પગલે ઘ્વિાળી ટાણે લીઝ ધારકો સહિ‌ત ટ્રક ચાલકોમાં પણ ફફડાટ ફેલાઇ ગયો હતો. ઓવરલોડ અને ભીની રેતી લઇને જતી ટ્રકના કારણે ગામડાઓના રસ્તાઓ ભંગાર બની જતાં લોકોને ભારે હાલકી સહન કરવાનો વારો આવે છે ત્યારે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે અને લોકોની સમસ્યા હલ કરવામાં આવે તેવી લોકોની લાગણી છે.