કીમ રોડ પર ટેમ્પો પલટી ખાતા 14ને ઇજા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવી તાલુકાના આબાપારડી ગામે સંબંધીના થયેલા મૃત્યુ પ્રસંગે જતી વેળા માંડવી - કીમ રોડ પર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં ટેમ્પોમાં બેઠેલા તમામ ૨૪થી ૨પ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ મુસાફરો પૈકી ૬ સાધારણ ઇજાગ્રસ્ત મુસાફરોને માંડવી આરોગ્ય કેન્દ્ર અને અન્ય ૮ સાધારણ ઇજાગ્રસ્ત મુસાફરોને બારડોલી લઈ જવામાં આવ્યાં હતા.

માંડવી તાલુકાના આંબાપારડી ગામે રહેતા સંબંધી(નામ મળ્યું નથી)નું મૃત્યુ થયું હતું. આ અનુસંધાને તેમની કોઈક વિધિમાં જવા માટે અરેઠ ગામના બધા સંબંધીઓ એટ ટેમ્પોમાં બેસીને જીજે પ એઝેડ ૩૭૪ ભાડે કરીને આંબા પારડી જવા નીકળ્યા હતા. તે વેળા માંડવી કીમ રોડ પર આળાયા પાટિયા પાસે પહોંચતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગૂમાવતા ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં ટેમ્પોમાં બેઠેલા ૨૪થી ૨પ મુસાફરો (કોઇના નામ હજી મળ્યા નથી)ની ચીસો સાંભળી આજુબાજુના રહીશો ભેગા થઈ ગયા હતા. આ મુસાફરો પૈકી આઠને બારડોલી ખસેડવામાં આવ્યાં હતા. તેમજ ૮ને માંડવી સામૂહિ‌ક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. આ મુસાફરો પૈકી કેટલાકને એકદમ સાધારણ ઇજા થઈ હોવાથી તેમને રજા આપી દેવામાં આવી હતી. આ ઘાયલોને બાદમાં માંડવી આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતા.