કડોદરાની ૧૩ વર્ષીય યુવતીનું અપહરણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મૂળ બિહારના અને હાલ પલસાણા તાલુકાના કડોદરા ખાતેઆવેલી એક સોસાયટીમાં રહેતા પરિવારની ૧૩ વર્ષીય દીકરીને તેની સાથે મિલમાં કામ કરતો મૂળ એમપીનો અને હાલ કડોદરા કિષ્ના નગર ખાતે રહેતો યુવાન લગ્નની લાલચે ભગાડી જતાં યુવાન વિરુદ્ધ કડોદરા પોલીસે અપહરણની ફરિયાદનોધાવતાં ચકચાર મચી ગઈ છે.

બિહારના જહાનાબાદનું દંપતિ હાલ કડોદરા દુર્ગા નગર ખાતે રહે છે અને તેમને પાંચ સંતાનો છે. જેમાંથી ૧૩ વર્ષની દીકરી અને તેની માતા પલસાણા તાલુકાના તાંતીથૈયા ખાતે આવેલ ચતુરભૂજ મિલમાં કામ કરે છે. સગીરાની માતા નોકરીનાં સમયે તેની દીકરીને પણ નોકરીએ સાથે આવવા જણાવ્યું હતું. તે સમયે સગીરાએ તેને પેટમાં દુ:ખતું હોય નોકરીએ આવી ન શકે તેમ જણાવ્યું હતું.