સુરત: ૨૪ સ્થળે દરોડા, ૧૨૮ જુગારી ઝબ્બે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૨૪ સ્થળે દરોડા, ૧૨૮ જુગારી ઝબ્બે
વરાછા-કાપોદ્રા-કતારગામ-પુણા-ડિંડોલી-અમરોલી-મહિ‌ધરપુરા-ચોક-સચીન-રાંદેરમાં દરોડા


સુરત: જન્માષ્ટમીના દિવસે શહેરમાં ઠેકઠેકાણે જુગારીઓ બેફામ બનતા પોલીસ દિવસભર દોડતી રહી હતી, જેમાં વરાછા, કાપોદ્રા, કતારગામ, પુણા, ડિંડોલી, અમરોલી, મહિ‌ધરપુરા, ચોક, પાંડેસરા, સચિન, રાંદેર વગેરે વિસ્તારનાં ૨૪ સ્થળે પોલીસે દરોડો પાડીને અધધધ ૧૨૮ જુગારીઓને ઝબ્બે ક્ર્યા હતા. તેમની પાસેથી કુલ ૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. અમરોલીના મોટા વરાછામાંથી કેટલાક બિલ્ડર અને જમીન દલાલો જુગાર રમતા ઝડપાયા હતા.આઠમનો જુગાર કુખ્યાત હોવાથી શહેર પોલીસે દરોડાની કાર્યવાહી કરી હતી, જેમાં, વરાછા પોલીસે એ.કે. રોડના મારુતિ કોમ્પલેક્સના ત્રીજા માળેથી ચાર જુગારીઓને ઝડપી રૂ. ૭૭ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વરાછાના શણગાર પેલેસના ચોથા માળે ગેલેરીમાં જુગાર રમતા ૮ને ઝડપી પાડી ૧૬પ૨૦ની મત્તા કબજે કરવામાં આવી હતી. આ ઉપરાંત કોહિ‌નૂર રોડ સ્વામી નારાયણનગરના ખાતા નં.૩૭-૩૮ ખાતે ૬ જણાને ઝડપી પાડી કુલ રૂ. ૨૧૪૨૦ની મતા કબજે કરાઈ હતી. પૂણા પોલીસે માતૃશક્તિ સોસાયટીના ધાબા ઉપર જુગાર રમતા ૮ને ઝડપી પાડયા હતા તથા ૩ હજાર ઉપરાંતની મત્તા કબજે કરી હતી. તથા સંજયનગર પંપીંગ સ્ટેશન પાસે ખુલ્લી જગ્યામાંથી ૩ને ઝડપી પાડયા હતાં. કાપોદ્રા પોલીસે શગુન ડેરી નામની દુકાનના ઓટલા પર જુગાર રમતા ૧૦ને પકડી રૂપિયા ૧૧૬૩૦નો મુદ્દામાલ કબજે ક્ર્યો હતો.ડીંડોલી પોલીસે ત્રણ સ્થાનો પર દરોડો પાડયો હતો, ડીંડોલીના ગૃહલક્ષ્મીનગર રેલવે ફાટક પાસેથી પને ઝડપી પાડી ૯૩૦૦ની મત્તા કબજે કરી હતી ત્યાર બાદ જલારામનગર વિભાગ-૧માં ૩ને પકડી ૯ હજારની મત્તા કબજે કરાઈ હતી.

તથા ભેસ્તાન આવાસમાંથી પને ૩ હજાર ઉપરાંતની મત્તા સાથે જુગાર રમતા ઝડપી પાડયા હતાં. મહીધરપુરા પોલીસે લાલ દરવાજાના પટેલવાડી નંબર-૨ ખાતે દરોડો પાડીને ૪ને પકડી પાડી ૨૦૩પનો મુદ્દામાલ કબજે ક્ર્યો હતો.ચોક પોલીસે મહેતાનગર સોસાયટી ખાતે જુગાર રમતા ૪ને રૂપિયા પ૭૦૦ની મત્તા સાથે ઝડપી પાડયા હતાં. ડભોલીગામની અખંદઆનંદ સોસાયટીના નાકા પાસેથી ૩ને જુગાર રમતા ઝડપી પાડી ૨૪૦૦ની મત્તા કબજે કરાઈ હતી. ડભોલીના રાધાસ્વામી સોસાયટીમાંથી ચારને જુગાર રમતા પકડી રૂપિયા ૬પ૨૦ની મત્તા કબ્જે કરાઈ હતી. તો ડભોલીગામની
હરીદર્શન સોસાયટીના નાકે જુગાર રમતા ૩ને પકડી ૩૭૦૦ની મત્તા કબજે કરાઈ હતી. કતારગામ પોલીસે છ સ્થાનો પર દરોડો પાડયો હતો. જેમાં, ઈન્દીરાનગરમાં જાહેરમાં જુગાર રમતાં ૬ જણાને ઝડપી પાડી ૧૨૨૬૦ની મત્તા કબજે કરાઈ હતી. કતારગામના નંદુડોશીની વાડી જમનાસ્મૃતિ બિલ્ડીંગના પાકિગમાં ૮ જણાને ઝડપી પાડી ૨૯૭૧૦ની મત્તા કબજે કરાઈ હતી.

તો ધ્રુવતારક સોસાયટીના ગાયત્રી એપાર્ટમેન્ટના પાકિગમાંથી ૭ને જુગાર રમતા ઝડપી સ્થળ પરથી રૂપિયા ૧૦૪૪૦ની મત્તા કબજે કરાઈ હતી. કુબેરપાર્કના જલારામ કોમ્પલેક્ષ એ બિલ્ડીંગમાંથી ૭ જણાને જુગાર રમતા ઝડપી પાડી રૂપિયા ૬૦૨૪પનો મુદ્દામાલ કબજે કરાયો હતો. કુબેરપાર્કના નીરવ પાનગલ્લા પાસેથી ૬ને ઝડપી પડાયા હતા અને દાવ પરના ૧૨૪૬૦ કબ્જે લેવાયા હતાં. તો પ્રભુનગર વિભાગ-૧ પાસેથી ૩ જણાને રૂપિયા ૧૦પ૭૦ની મત્તા સાથે જુગાર રમતા ઝડપી પાડયા હતાં. પાંડેસરા જીઆઈડીસીની ચામુંડા રેસ્ટોરંટ સામેથી ૨ને જુગાર રમતા પાંડેસરા પોલીસે પકડી પાડયા હતાં તો સચીન સ્લમ ર્બોડ ખુલ્લામાંથી ૩ને જુગાર રમતા સચીન પોલીસે ઝડપી લીધા હતાં. રાંદેર પોલીસે નીજધામ આશ્રમ પાછળ જાહેરમાં જુગાર રમતા ૪ને પડકી પાડી રૂપિયા ૨૦,પ૦૦ની મત્તા કબ્જે કરી હતી.

જમીન દલાલ-બિલ્ડરને જુગાર રમતા પકડયા
અમરોલી પોલીસે મોટાવરાછા પ્રમુખ પોઈન્ટ ફ્લેટ નંબર ૩૦૧માં દરોડો પાડયો હતો. જેમાં, વિજય મેઘજીભાઈ રીસુ (રહે-મોટાવરાછા, મોમાઈ કોમ્પલેક્ષ) પોતાના આર્થિ‌ક લાભ માટે પોતાના મકાનમાં જુગાર રમવા માટે બહારથી માણસોને લાવી જુગાર રમાડતો હતો. પોલીસે તેની સાથે તેનો ભાઈ અજય રીસુ, દિવ્યેશ વૃદાવન કણસાગરા (રહે-સુકન રેસીડેન્સી, મોટાવરાછા), જીગર અશોક દેત્રોજીયા (રહે-વ્રજવિહાર એપા., સરથાણા), હાર્દિક રજનીકાંત સાપરિયા (રહે-વીઆઈપી સર્કલ, મોટાવરાછા), નિમેશ મનસુખભાઈ કટારિયા (રહે-સુકન રેસી.મોટાવરાછા), વિજય ગોપાલભાઈ મલપુરી (મોમાઈ કોમ્પલેક્ષ, મોટાવરાછા), તેજસ જયસુખ પટેલ (રહે-વ્રજવિહાર એપા. સરથાણા), તથા જયેશ જયંતિભાઈ મેંદપરા (રહે-જેમીની કોમ્પ. મોટાવરાછા)ને જુગાર રમતા ઝડપી પાડયા હતાં. સ્થળ પરથી રોકડા રૂપિયા ૬૭,૭પ૦ તથા દાવ પરના રોકડા રૂપિયા ૧૨,પ૦૦ મોબાઈલ ફોન ૧૨ નંગ પ૩,૩૦૦ તથા ૩ બાઈક અને એક કાર મળી કુલે રૂપિયા ૬.૩૧ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.