12 વર્ષના ટાબરિયાની કરતૂત, સિનેમામાંથી 40 હજારનો ફોન તફડાવી ગયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- તબીબે ઓબેસિટી પર ૧૦ વર્ષ સુધી કરેલા રિસર્ચની તમામ મહત્ત્વની વિગતો આ સ્માર્ટ ફોનમાં હતી
- કસબ અજમાવી ગયેલા ટાબરિયાની સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હાથ ધરેલી શોધખોળ

રૂસ્તમપુરામાં આવેલી ઓફ હિ‌લિંગ ફિઝિયો સેન્ટર ચલાવતા તબીબ મિત્ર સાથે રિંગ રોડ પર આવેલી કિન્નરી મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા માટે ગયા હતા. તેઓ કાઉન્ટર પર ટિકિટ લઈ રહ્યા હતા ત્યારે ૧૨ વર્ષનો એક ટાબરિયો આવ્યો અને નજર ચૂકવી તબીબના ખિસ્સામાંથી રૂ. ૪૦ હજારની કિંમતનો સેમસંગ ફોન ચોરી કરી લીધો હતો. ટાબરિયાની આખી કરતૂત મલ્ટિપ્લેક્સના સીસીટીવી કેમેરા નંબર ૧૦માં રેકર્ડ થઈ ગઈ હતી.

ખટોદરામાં આવેલી બેઠી કોલોનીમાં રહેતા અને રૂસ્તમપુરામાં સીંગાપુરીની વાડી પાસે ઓમ હિ‌લિંગ ફિઝિયો સેન્ટર ચલાવતા ડો. નિમેષ માટલીવાલા મિત્ર ઉપેશ ચૌહાણ અને તેમના પુત્ર સાથે તા. ૭મી મેના રોજ રિંગ રોડ પર આવેલા કિન્નરી મલ્ટિપ્લેક્સમાં શૂટ આઉટ એટ વડાલા નામની ફિલ્મ જોવા માટે ગયા હતા. લાસ્ટ શોની ફિલ્મની ટિકિટ લેવા માટે ડો. નિમેષ ટિકિટ બારી પાસે આવ્યા હતા.

આગળની તસવીરમાં વાંચો વધુ વિગતો