• Gujarati News
  • 12.75 Lakh Stolen Trucks Full Of Yarn Latest News Surat

પાંડેસરામાંથી રૂપિયા 12.75 લાખના યાર્ન ભરેલી ટ્રકની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંડેસરામાંથી રૂપિયા 12.75 લાખના યાર્ન ભરેલી ટ્રકની ચોરી
તસ્કરો ટ્રક માંથી યાર્ન સગેવગે કરી પલસાણા નજીક ટ્રક મુકીને ફરાર
સુરત: પાંડેસરા કૈલાસનગર ચાર રસ્તા નજીક પાર્ક કરેલી રૂ.12.75 લાખના યાર્ન ભરેલી ટ્રક ચોરી કરી ટ્રકમાંથી યાર્નનો જથ્થો સગેવગે કર્યા બાદ તસ્કરો પલસાણા ટોલનાકા પાસે ટ્રક મુકીને નાસી છુટ્યા હતા.પાંડેસરા આસ્થા રેસીડેન્સી ખાતે રહેતા સંતોષ ચંદ્રબલી પાંડે તેની માલિકીની ટ્રકમાં ટ્રાન્સપોર્ટેશન કરી ગુજરાન ચલાવે છે. સંતોષે શુક્રવારે મજુરાગેટ પાસેના નિવેજ ટ્રાન્સપોર્ટમાંથી ટ્રકમાં રૂ.12,75,382નો યાર્નનો જથ્થો ર્ભયો સેલવાસની કંપનીમાં પહોંચાડવાનો હતો. જોકે ભારેવાહનો માટેનો પ્રતિબંધીત સમય શરૂ થઈ ગયો હોવાથી તેમણે ટ્રક પાંડેસરા કૈલાસનગર ચાર રસ્તા પાસે પાર્ક કરી ઘરે જતો રહ્યો હતો.

બીજા દિવસે સવારે પાંચ વાગ્યે કૈલાસનગર ચાર રસ્તા પાસે પહોંચી જોતાં ટ્રક ગાયબ હતી.જેથી વિસ્તારમાં ટ્રકની શોધ હાથ ધરી હતી. દરમ્યાન તેમને તેમની ટ્રક પલસાણા નજીક નવા ટોલનાકા પાસે નધણીયાતી હાલતમાં ખાલી પડી હોવાની જાણ થઈ હતી. જેથી આખરે સંતોષભાઈએ પોતાની ટ્રક કોઈક અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હોવાની ખટોદરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ સંદર્ભે ખટોદરા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.