'આસ્થા’ના ૧૬ ઠગમાંથી ૧ પોલીસ કર્મી, બે SRP

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુણા-કુભાંરિયા રોડ પર આવેલી એનએસટીએમ બિલ્ડિંગમાં આસ્થા ઇન્ટરનેશનલના નામે ઓફિસ શરૂ કરી લોકો સાથે રૂ. ૨.૨૩ કરોડની ઠગાઈ કરનારા ૧૬ આરોપીઓમાંથી એક પોલીસકર્મી અને બે એસઆરપીના જવાન છે. ઠગાઈની આ ઘટનામાં પોલીસે અલગ અલગ ઓફિસે દસ્તાવેજો કબજે લઈ આરોપીઓની શોધખોળ આદરી છે.
ક્રાઇમ બ્રાંચના જણાવ્યા અનુસાર, આસ્થા પશુપાલન કેન્દ્ર પ્રાઇવેટ લિમિટેડ નામની સંસ્થા સંસ્થા દ્વારા છેતરપિંડીની ઘટનામાં ક્રાઇમ બ્રાંચે વિકાસ ભટે નેપાળીની ફરિયાદ લઈ એસઆરીપીના જવાન સંતોષ કિશન સપકાળે, કોન્સ્ટેબલ યુવરાજ કિશન સપકાળે (બંને રહે. બંગલા નં. ૬, ઘોડદોડ રોડ), એસઆરપી જવાન ચંદ્રેશ શિવાજી ચૌહાણ (રહે. એસઆરપી ગ્રુપ-૧૧, વાવ, તા. કામરેજ) સહિ‌ત ૧૬ સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો.