નાનાવરાછાની ૧ કરોડની જમીન બોગસ દસ્તાવેજથી પચાવી પડાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈની તબીબ વનિતા માવાણી અને માયા માવાણી તથા સરથાણાના પ્રવિણ રવાણીએ જમીન દલાલ સાથે મળી પાવર ઉભા કર્યા : પ્રવિણ રવાણી અને જમીન દલાલની ધરપકડ

નાનાવરાછાના રેવન્યુ સર્વે નંબર ૪૬/૧/એ બ્લોક નંબર ૭૪થી નોંધાયેલી કિંમતી જમીનને સરથાણાના એક જમીન દલાલ અન્ય શખ્સ તથા મુંબઈની મહિ‌લા તબીબ સહીત ચાર જણાએ મળી હડપ કરવાનો કારસો રચી મુળ માલિકની ખોટી સહી કરી બોગસ દસ્તાવેજો બનાવતા જમીનને મુળ માલિક પાસેથી ૨૬ વર્ષ પહેલા ખરિદનારા જમીન માલિકે ફરિયાદ કરતા સરથાણા પોલીસે છેતરપીંડીનો ગુનો દાખલ ક્ર્યો હતો.

સરથાણા પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ અમરેલીના સુખનાથપરાના વતની દિનેશભાઈ ઠાકરશીભાઈ રામાણી (૬૦) (રહે-નાનાવરાછા, મહાલક્ષ્મી સોસા. ચોપાટી સામે)એ પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ નાના વરાછા રેવન્યુ સર્વે નંબર ૪૬/૧/અ પૈકી બ્લોક નંબર ૭૪થી નોંધાયેલી જમીન ટી.પી.નંબર ૩૮ ફાયનલ પ્લોટ નંબર ૩૬ થી નોંધાયેલી જમીન આરોપી પ્રવિણ નાગજીભાઈ રવાણી (રહે-સારથી રો હાઉસ, સરથાણા), વનિતા કિશોરભાઈ માવાણી, માયાબેન દીલીપભાઈ માવાણી (બંને રહે-મુંબઈ, ગ્રાંટ રોડ માતૃમંદિર એપા.)
તથા જમીન દલાલ નાનજી જાદવભાઈ ઝડફીયા (રહે-સત્યમ રો હાઉસ, મોટાવરાછા)એ વણવહેંચાયેલો જમીનનો ૩૧૩.પ૪ ચો.મી. હીસ્સો જમીનના માલીક ખંડુભાઈ નાગરભાઈ પટેલની ખોટી સહી કરી ખોટો પાવર બનાવીને તેના આધારે બોગસ દસ્તાવેજ તૈયાર ક્ર્યા હતાં. અને વર્ષ ૨૦૦૧ થી ૨૦૦૪ દરમિયાન તેનો ખરા તરીકે ઉપયોગ કરી એકબીજાની મદદગારીમાં જમીનને હડપ કરી છેતરપીંડી આચરી હતી.આ ફરિયાદને પગલે સરથાણા પોલીસે ચારેય સામે ગુનો દાખલ ક્ર્યો હતો અને પ્રવિણ રવાણી તથા જમીન દલાલ નાનજી ઝડફીયાની ધરપકડ કરી હતી.

એક કરોડની જમીનને પચાવી પાડવા કારસો રચાયો
ફરિયાદી દિનેશભાઈ રામાણીએ જણાવ્યું હતું કે,' તેના ભાઈના સાળાના નામે જમીનનો પાવર છે. આ જમીન ૨૭ વર્ષ પહેલા અમે મુળ માલિક ખંડુભાઈ નાગરભાઈ પટેલ પાસેથી ખરિદી હતી. હાલ મુળ જમીન માલિક હયાત નથી અને જમીનની બજાર કિંમત ૧ કરોડ જેટલી થવા જાય છે ત્યારે જમીન દલાલ અને મુંબઈની મહિ‌લા તબીબ સહીત ચાર જણાએ ખોટા દરસ્તાવેજો બનાવી છેતરપીંડી આચરી હતી.’