વરાણસી ચોકડી નજીક દારૂ ભરેલી કાર પકડાઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૮૧ હજારના દારૂ સાથે કાર ચાલકની ધરપકડ કરાઇ
વાંસદા-ધરમપુર રોડ પર આવેલી વરાણસી ચોકડી પાસે રૂ.૩૬,૦૦૦ના દારૂ સાથે ફ્રન્ટી પકડાઈ હતી.
વાંસદા પોલીસ મથકેથી પ્રાપ્ત માહિ‌તી મુજબ વાંસદા ધરમપુર રોડ ઉપરથી દારૂ ભરેલી ફ્રન્ટી પસાર થવાની બાતમી વાંસદા પોલીસને મળી હતી. જેના આધારે વાંસદા પીએસઆઈ એલ.જી.ગામીત તથા પોલીસ કોન્સ્ટેબલ શિરિષભધાઈ અને અનિલ પટેલે વરાણસી ચોકડી પાસે નાકાબંધી કરી હતી. તે દરમિયાન સવારે ૬.૩૦ કલાકે બાતમીવાળી મારૂતી ફ્રન્ટી આવી હતી.
જીજે-પ-એ-પ૬પ૧નંબરની મારૂતી ફ્રન્ટીમાં તપાસ કરતા બિયર ૧૦ પેટી ૧૨૦ નંગ જેની કિંમત રૂ.૧૨૦૦૦, વ્હિસ્કી ૬ પેટી ૨૮૮ નંગ જેની કિંમત રૂ.૧૪,૪૦૦, બિયરના ટીન ૭૧ નંગ જેની કિંમત ૭૨૦૦ રૂપિયા, ક્વાટર ૪૮ નંગ જેની કિંમત રૂ.૨૪૦૦ મળી કુલ રૂ.૩૬૦૦૦નો દારૂ તેમજ ફ્રન્ટીની કિંમત રૂ.૪પ૦૦૦ મળી કુલ રૂ.૮૧,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે ફ્રન્ટીના ચાલક જીતેન્દ્રભાઈ સોનુભાઈ માહલા રહે. રંગપુર, નિશાળ ફળિયું, તા.વાંસદાની ધરપકડ કરી હતી. આગળની તપાસ ઉનાઈ ઓ.પી.ના પીએસઆઈ જે.કે.ઝાટીયા કરી રહ્યા છે.